________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન તેણે જે પ્રાંતે જીત્યા હતા તેને તેને બે બનાવીને મંચૂઓએ તેની મદદને બદલે આયે.
૧૬૫૦ની સાલમાં મંચૂઓએ કેન્ટોન સર કર્યું અને એ રીતે આખા ચીનની છત પૂરી કરી ચીનાઓ કરતાં તેઓ વધારે સારા લડવૈયા હતા તેથી કરીને તેઓ જીત્યા. લાંબા વખત સુધીની સુલેહશાંતિ તથા આબાદીને લીધે ચીનાઓ લશ્કરી દષ્ટિએ નબળા પડ્યા હોય એ બનવાજોગ છે. પરંતુ જે ઝડપથી મંચૂઓએ ચીન જીતી લીધું તેનાં બીજા કારણે પણ છે. ચીની લેકનાં દિલ જીતી લેવાને તેમણે લીધેલી કાળજી એ તેમાંનું મુખ્ય કારણ છે. પહેલાંના સમયની તાતંર ચડાઈ ઓમાં ભારે કરતા દાખવવામાં આવતી તથા કતલ કરવામાં આવતી પરંતુ આ પ્રસંગે તે ચીની અમલદારોનાં મન મનાવી લેવાના હરેક પ્રયત્ન કરવામાં આવ્યા. તેના તે જ અમલદારને ફરીથી તે તે હેદાઓ ઉપર નીમવામાં આવ્યા. આમ મોટામાં મોટા હેદાઓ ઉપર ચીની અમલદારે જ રહ્યા. મિંગ લેકની જૂની શાસનપદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યું નહિ. દેખાવમાં તે શાસનપદ્ધતિ તેની તે જ લાગતી હતી પરંતુ ટોચ ઉપરની નિયામક સત્તા બદલાઈ ગઈ હતી.
પરંતુ ચીના લેકે પરદેશી ધુંસરી નીચે હતા એ હકીકત બે મહત્વની વસ્તુઓ પ્રદર્શિત કરતી હતી. એક તે એ કે અગત્યનાં મથકેએ મંચૂ લશ્કર રાખવામાં આવ્યું અને પરાધીનતાની નિશાની તરીકે માથે મોટી ચટલી રાખવાની મંચૂઓની પ્રથા ચીનાઓ ઉપર લાદવામાં આવી. આપણામાંના ઘણાખરા લેકે તે એને ચીનાઓનું એક વિશિષ્ટ લક્ષણ ગણે છે. પણ વસ્તુતઃ એ અસલ ચીની રૂઢિ નથી. કશી લાજ શરમ કે હીનતાની લાગણી અનુભવ્યા વિના જેમ કેટલાક હિંદીઓ આજે એવાં ગુલામસુચક ચિહ્ન ધારણ કરે છે તે જ પ્રમાણે
એ એટલી પણ ગુલામીના ચિહ્નરૂપ હતી. ચીના લેકે એ હવે એટલી રાખવાનો રિવાજ છોડી દીધું છે.
આ રીતે ચીનના યશસ્વી મિંગ યુગને અંત આવ્યો. લગભગ ત્રણ સદી જેટલા સમયના સુશાસન પછી એને આટલે જલદી અંત કેમ આવ્યો એની આપણને નવાઈ લાગે છે. એ સમયને રાજવહીવટ ધારવામાં આવે છે એટલે સારે હોય તે પછી દેશમાં બળવાઓ અને આંતરિક મુસીબતે શાથી ઉપસ્થિત થઈ? મંચૂરિયાના વિદેશી હુમલાખોરોને કેમ ન ખાળી શકાય ? છેવટના ભાગમાં રાજ્ય જુલમી બન્યું