________________
•
જગતના ઇતિહાસનું રેખાદર્શન
પાગાનની મહત્તાના કાળ હતો. એ પછી બ્રહ્મદેશમાં કંઈક મુશ્કેલી અને અવ્યવસ્થા ઊભી થઈ અને ઉત્તર તથા દક્ષિણ બ્રહ્મદેશ એકબીજાથી અળગા પડી ગયા. ૧૬મી સદીમાં દક્ષિણમાં એક મહાન રાજ્યકર્તા પેદા થયા અને તેણે ફરીથી બ્રહ્મદેશને એકત્ર કર્યાં. દક્ષિણમાં આવેલું પેશુ શહેર તેની રાજધાની હતું.
૪૫૨
બ્રહ્મદેશ અને સિયામના આ અણધાર્યાં અને ટૂંક ઉલ્લેખથી તું ગૂંચવાઈ ન જાય એવી હું આશા રાખું છું. આપણે મલેશિયા અને ઇન્ડોનેશિયાના ઈતિહાસના એક પ્રકરણને અંતે આવી પહોંચ્યાં છીએ અને મારે આપણું એ મુલકાનું અવલોકન પૂરુ કરવું હતું. અત્યાર સુધી આ ભાગોને અસર કરતાં પ્રધાન બળેનું—રાજકીય તેમજ સાંસ્કૃતિક—— ઊગમસ્થાન હિંદુસ્તાન તથા ચીનમાં હતું. હું તને આગળ ઉપર કહી ચૂક્યો છું કે એશિયા ખંડના અગ્નિ ખૂણામાં આવેલા બ્રહ્મદેશ, સિયામ અને હિંદી ચીન વગેરે દેશ ઉપર ચીનની વધારે અસર પડી હતી અને બધા ટાપુઓ તથા મલાયા દ્વીપકલ્પ ઉપર હિંદુસ્તાનની વધારે અસર પડી હતી.
હવે ત્યાં આગળ એક નવી જ અસર દેખા દે છે. આબ લેાકા એ અસર ત્યાં લાવ્યા. બ્રહ્મદેશ તથા સિયામ ઉપર એની અસર ન પહેાંચી પરંતુ મલાયા અને ખીજા ટાપુઓ તેને વશ થયા અને થાડા જ વખતમાં ત્યાં આગળ મુસ્લિમ સામ્રાજ્ય ઊભું થયું.
હજાર કરતાંયે વધારે વરસોથી આરબ વેપારીઓ ત્યાં આવતાજતા હતા અને એ ટાપુમાં તેમણે વસવાટ કર્યાં હતા. પરંતુ વેપાર ઉપર જ તેમનું લક્ષ હતું અને ત્યાંના રાજકાજમાં ખીજી રીતે તેમ માથું મારતા નહિ. ચૌદમી સદીમાં અરબસ્તાનથી આરબ ધર્મોપદેશકે ત્યાં આગળ આવ્યા અને તેમને ત્યાં સફળતા મળી - - ખાસ કરીને ત્યાંના કેટલાક સ્થાનિક રાજાઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં તેઓ ફાવ્યા.
દરમ્યાન ત્યાં રાજકીય ફેરફારો થઈ રહ્યા હતા. માપહિતની સત્તા ઉત્તરોત્તર વધતી જતી હતી અને તે શ્રીવિજયને દબાવી રહ્યું હતું. શ્રીવિજય પડયું ત્યારે સંખ્યાબંધ આશ્રિતા મલાયા દ્વીપકલ્પની દક્ષિણમાં ચાલ્યા ગયા અને ત્યાં આગળ તેમણે મલાક્કા નામના શહેરની સ્થાપના કરી. એ શહેર તથા રાજ્યના બહુ ઝડપથી વિકાસ થયા અને ૧૪૦૦ની સાલ સુધીમાં તેા મલાક્કા એક મોટું શહેર થઈ ગયું હતું. મજ્જાપતિના નિવાસીઓ પ્રત્યે તેમના તાબાની ખીજી પ્રજાઓના અનુરાગ નહાતો.