________________
મલેશિયાનાં બે સામ્રાજય
૫૩ બધા જ સામ્રાજ્યવાદી લેકેની બાબતમાં બને છે તેમ તેઓ જુલમી હતા અને મજાપહિતના અમલ નીચે રહેવા કરતાં મલાક્કાના નવા રાજ્યમાં જતા રહેવાનું ઘણું લેકે પસંદ કરતા હતા. એ સમયે સિયામ પણ કંઈક અંશે આક્રમણકારી બન્યું હતું. એથી કરીને મલાક્કા ઘણીયે પ્રજાઓનું આશ્રયસ્થાન થઈ પડ્યું. ત્યાં આગળ બૌદ્ધધર્મીઓ તેમજ ઇસ્લામીઓ વસતા હતા. ત્યાંના રાજકર્તાઓ આરંભમાં બદ્ધધમી હતા પરંતુ પાછળથી તેઓ મુસલમાન બન્યા.
મલાક્કાના આ ઊગતા રાજ્ય ઉપર એક બાજુથી જાવા તેમજ બીજી બાજુથી સિયામનો ભય ઝઝૂમતો હતે. મલેશિયાના ટાપુઓમાંનાં બીજાં નાનાં નાનાં મુસલમાની રાજ્યની મૈત્રી અને સહાય પ્રાપ્ત કરવાને તેણે પ્રયાસ કર્યો. તેણે રક્ષણ માટે ચીનને પણ વિનંતી કરી. તે સમયે ચીન ઉપર મંગલેને સ્થાને આવેલા મિંગ લેકેનું રાજ્ય હતું. મલેશિયાનાં બધાં જ નાનાં નાનાં મુસલમાની રાજ્યોએ એકી વખતે ચીનનું રક્ષણ માગ્યું એ ખરેખર આશ્ચર્યકારક ઘટના છે. એ વસ્તુ એ દર્શાવે છે કે, તે સમયે તેમના ઉપર કોઈ બળવાન શત્રુને ભય ઝઝૂમી રહ્યો હોવો જોઈએ.
ચીને મલેશિયાના દેશો પરત્વે મિત્રતાભરી પણ ગૌરવશાળી અળગાપણાની નીતિ અખત્યાર કરી હતી. મુલકે જીતવાની તેને લેશમાત્ર પરવા નહતી. તેમના તરફથી તેને ઝાઝો લાભ મળી શકે એમ નહોતું એની તેને ખબર હતી, છતાંયે તે તેમને પિતાની સંસ્કૃતિની શિક્ષા આપવાને તૈયાર હતું. આ જૂની નીતિ બદલીને એ દેશમાં વધારે રસ લેવાને મિંગ માટે નિર્ણય કર્યો. જાવા તથા સિયામનું આક્રમણકારી વલણ તેને પસંદ પડ્યું હોય એમ લાગતું નથી. એથી, આ બંને રાજ્યને અંકુશમાં રાખવા તથા બીજા દેશોને ચીનની સત્તાની પ્રતીતિ થાય એટલા ખાતર તેણે નૌકાસેનાપતિ એંગ-હોની સરદારી નીચે એક પ્રચંડ નૌકાકાફલે રવાના કર્યો. આ કાફલાનાં કેટલાંક વહાણે તે ૪૦૦ ફૂટ લાંબાં હતાં.
ચંગ-હેઓ અનેક સફર કરી અને ફિલિપાઈન ટાપુઓ જાવા, સુમાત્રા વગેરે બધા ટાપુઓની તથા મલાયા દ્વીપકલ્પની મુલાકાત લીધી. તે સિલેન પણ આવ્યો હતો. તેણે એ ટાપુ જીતી લીધું અને ત્યાંના રાજાને પકડીને તે ચીન લઈ ગયો હતો. તેની છેલ્લી સફરમાં તે તે છેક ઈરાનના અખાત સુધી પહોંચ્યા હતા. પંદરમી સદીના આરંભના વરસમાં એંગ-હોએ જે જે