________________
૫૧
મલેશિયાનાં બે સામ્રાજ્ય પત્રોમાં આપણે લાંબા યુગ વિષે વાત કરી છે. લગભગ ખ્રિસ્તી યુગના : આરંભમાં એટલે કે ઈસવી સનની શરૂઆતમાં હિંદી વસાહતીઓ ત્યાં ગયા હતા અને હાલ આપણે પંદરમી સદીમાં આવી પહોંચ્યાં છીએ, આ રીતે એ બધાં સંસ્થાનોના ૧૪૦૦ વરસના ઈતિહાસનું આપણે નિરીક્ષણ કર્યું. જે ત્રણ સામ્રાજ્યનું – કંબોડિયા, શ્રી વિજય અને મજજાપહિત –આપણે ખાસ કરીને નિરીક્ષણ કર્યું તેમાંનું દરેક સામ્રાજ્ય સદીઓ સુધી ટક્યું હતું. આ લાંબા યુગે લક્ષમાં રાખવા જરૂરી છે કેમકે એના ઉપરથી એ સામ્રાજ્યની સ્થિરતા અને કાર્યદક્ષતાને આપણને કંઈક ખ્યાલ આવે છે. સુંદર સ્થાપત્ય એ તેમને ખાસ પ્રીતિપાત્ર વિષય હતે અને વેપાર એ તેમને પ્રધાન વ્યવસાય હતે. હિંદી સંસ્કૃતિની પરંપરા તેમણે જાળવી રાખી અને ચીની સંસ્કૃતિનાં કેટલાંક તત્તને તેની સાથે સુમેળ સાધ્ય.
જે ત્રણનો મેં ખાસ ઉલ્લેખ કર્યો છે તે ઉપરાંત બીજી પણ ઘણી હિંદી વસાહતે ત્યાં હતી એ તારે યાદ રાખવું જોઈએ. પરંતુ તે પ્રત્યેકની અલગ અલગ વિચારણે આપણે કરી શકીએ એમ નથી. વળી આપણી પડોશમાં આવેલા બે દેશે – બ્રહ્મદેશ અને સિયામ – વિષે પણ હું ઝાઝું કહી શકું એમ નથી. આ બંને દેશમાં બળવાન રાજ્ય ઊભાં થયાં હતાં અને કળાની પણ ત્યાં સારી પેઠે પ્રગતિ થઈ હતી. એ બંનેમાં બૌદ્ધ ધર્મને પ્રચાર થયે હતે. બ્રહ્મદેશ ઉપર મંગલ લેકેએ એક વાર ચડાઈ કરી હતી પણ સિયામ ઉપર ચીને કદીયે ચડાઈ કરી નથી. એમ છતાં પણ બ્રહ્મદેશ અને સિયામ બંને ઘણી વાર ચીનને ખંડણી ભરતા હતા. એ તે આમન્યા રાખનાર નાના ભાઈની મેટા ભાઈને ભેટ સમાન હતી. આ ખંડણીના બદલામાં ચીનથી નાના ભાઈને માટે કીમતી ભેટે આવતી હતી.
બ્રહ્મદેશ ઉપર મંગલ લેકની ચડાઈ થઈ તે પહેલાં ઉત્તર બ્રહ્મદેશમાં આવેલું પાગાન શહેર તેની રાજધાની હતું. ૨૦૦ કરતાંયે વધારે વરસ સુધી આ શહેર બ્રહ્મદેશની રાજધાની રહ્યું, અને એમ કહેવાય છે કે તે બહુ જ રમણીય શહેર હતું. એક માત્ર અંગકોર તેનું હરીફ હતું. આનંદ મંદિર એ તેની સૌથી ઉત્તમ ઈમારત હતી. આખી દુનિયામાં તે બૌદ્ધ સ્થાપત્યને બહુ સુંદર નમૂને હતું. ત્યાં આગળ બીજી પણ અનેક ભવ્ય ઇમારત હતી. અરે, પાગાન શહેરનાં ખંડિયેરો પણ આજે રમણીય લાગે છે. અગિયારમીથી તેરમી સદી સુધીને સમય એ