________________
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
આ રીતે આખરે મંગાલ સત્તાને યુરોપમાંથી અંત આવ્યા. સુવર્ણ જાતિ તથા મધ્ય એશિયાના મગેલ સામ્રાજ્યોનું શું થયું એની ખટપટમાં આપણે પડવાની જરૂર નથી. વળી, એ વિષે મને પણ ઝાઝી ખબર નથી. પરંતુ એમનો એક માણસ આપણું લક્ષ ખેંચે છે.
૨૪
એ માણસ તૈમુર લગ. તે ખાતે ચંગીઝ ખાન બનવા ચહાતે હતા. પોતે ચંગીઝના વંશ જ છે એવા તેના દાવા હતા પણ ખરી રીતે તે તુર્ક હતા. તે લંગડા હતા તેથી તેને લોકા તૈમુર લંગ કહેતા. ૧૩૬૯ની સાલમાં તેના બાપ પછી તે સમદની ગાદીએ આવ્યા. એ પછી તરત જ તેણે પોતાની ક્રૂરતા અને વિજયની કારકિર્દીનો આરંભ કર્યાં. એ એક પ્રતિભાશાળી સેનાપતિ હતા. પરંતુ તે સાવ જંગલી હતા. એ સમયે મધ્ય એશિયાના મગેલ લેકે મુસલમાન થઈ ગયા હતા અને તૈમુર પોતે પણ મુસલમાન હતો. આમ છતાં પણ મુસલમાન સાથેના વર્તાવમાં તેણે લેશ માત્ર પણ નરમાશ ન બતાવી અને જ્યાં ગયે ત્યાં તેણે કેર વર્તાવ્યો અને ભારે સહાર કર્યાં, મનુષ્યની ખાપરીએના મેોટા મોટા ડુંગરા ખડકવામાં તેને બહુ આનદ પડતો. પૂમાં દિલ્હીથી માંડીને પશ્ચિમે એશિયામાઈનર સુધી તેણે લાખો માણસોના સંહાર કર્યા અને તેમની ખાપરીના પિરામિડના આકારના મોટા મોટા ઢગલા ખડકાવ્યા
ચંગીઝ ખાન અને તેના મંગોલો ક્રૂર અને સહારક હતા એ ખરુ, પરંતુ તેઓ તેમના જમાનાના ખીજા લોકેા જેવા જ હતા. પરંતુ તૈમુર તે તેમનાથીયે અતિશય ભૂરો હતા. તેની નિબંધ અને શૈતાનિયતભરી ક્રૂરતાનો જોટા મળે એમ નથી. એમ કહેવાય છે કે એક સ્થળે તેણે ૨૦૦૦ જીવતા માણસાના મિનારા રચાવ્યા અને તેને છે તથા ઈંટથી ચણી લીધા હતા !
હિંદુસ્તાનની ધનદોલતે એ નરાધમને આકર્ષ્યા. હિંદુસ્તાન ઉપર ચડાઈ કરવા માટે તેના સેનાપતિ તથા ઉમરાવાને તે મહામુસીબતે સમજાવી શક્યો હતા. સમરકંદમાં ઉમરાવાની એક મોટી સભા થઈ. તેમાં ત્યાંની અસહ્ય ગરમીને કારણે ઉમરાવેાએ હિંદ જવા સામે વાંધે ઉઠાવ્યો. તૈમુરે આખરે ત્યાં આગળ વસવાટ ન કરવાનું અને લૂંટટ તથા સંહાર કરીને પાછા ફરવાનું તેમને વચન આપ્યું; અને તેણે પોતાનું એ વચન પાળ્યું.
• તને યાદ હશે કે ઉત્તર હિંદમાં તે સમયે મુસલમાની અમલ હતા. તે સમયે દિલ્હીમાં એક સુલતાન રાજ્ય કરતા હતા. પરંતુ એ મુસલમાની