________________
સંગાલ સામ્રાજ્યેતું ભાંગી પડવું
४२३
શા હાલ થયા તે જોઈએ. તને યાદ હશે કે કુબ્લાઈ ખાન એ છેલ્લે મહાન ખાન હતા. ૧૨૯૨ની સાલમાં તેના મરણ પછી ડે કારિયાથી માંડીને આખા એશિયાને વીંધીને યુરોપમાં પોલેંડ અને હંગરી સુધી ફેલાયેલું તેનું વિશાળ સામ્રાજ્ય પાંચ સામ્રાજ્યામાં વહેંચાઈ ગયું. આ પાંચમાંનું દરેક સામ્રાજ્ય વાસ્તવમાં ઘણું જ વિશાળ સામ્રાજ્ય હતું. મારા આગળના એક પત્રમાં (૬૮મા પત્રમાં) આ પાંચે સામ્રાજ્યાનાં નામ મેં આપ્યાં છે.
એમાં ચીનનું સામ્રાજ્ય મુખ્ય હતું. મન્ચૂરિયા, મંગોલિયા, તિબેટ, કારિયા, અનામ, ટાંકિગ અને બ્રહ્મદેશના થાડા ભાગના એ સામ્રાજ્યમાં સમાવેશ થતા હતા. યુઆન વંશને એટલે કે કુબ્લાઈના વંશજોને આ સામ્રાજ્યના વારસે મળ્યા હતા. પણ એ સામ્રાજ્ય તેમના હાથમાં ઝાઝો વખત ટકયું નિહ. ઘેાડા જ સમયમાં દક્ષિણના પ્રદેશ તેનાથી છૂટા પડી ગયા અને હું આગળ કહી ગયા તેમ, કુબ્જાઈના મરણ બાદ માત્ર ૭૬ વરસમાં ૧૩૬૮ની સાલમાં તેના રાજવંશના અંત આવ્યે અને મગાલાને હાંકી કાઢવામાં આવ્યા.
દૂર પશ્ચિમમાં સુવણૅ જાતિઓનું ~~ એ લેકાનું નામ કેવું અદ્ભુત છે! - સામ્રાજ્ય હતું. બ્લાઈના મરણુ પછી ૨૦૦ વરસ સુધી રશિયાના ઉમરાવેા એને ખાણી ભરતા હતા. આ યુગના અંતમાં એટલે કે ૧૪૮૦ની સાલના અરસામાં આ સામ્રાજ્ય જરા નબળુ પડવા માંડયુ હતું અને રશિયાના ઉમરાવામાં આગેવાન થઈ પડેલા મૅસ્કાના ગ્રાંડ યૂકે ખંડણી ભરવાની ના પાડી. આ ગ્રાંડ ડચૂક મહાન ધ્વાનના નામથી ઓળખાય છે. રશિયાના ઉત્તર ભાગમાં તાવગોરોડનું પુરાણું પ્રજાતંત્ર હતું. તેના ઉપર વેપારી વર્ગનો કાબૂ હતા. વાને આ પ્રજાતંત્રને હરાવ્યું અને પોતાના મુલકમાં ભેળવી દીધું. દરમ્યાન કૉન્સ્ટાન્ટિનેપલ તુ લકાને હાથ ગયું હતું અને ત્યાંના પુરાણા શાહી કુટુંબને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું. સ્વાને આ પુરાણા શાહી કુટુંબની કન્યા જોડે લગ્ન કર્યું અને એ રીતે પોતે એ રાજવંશના હેવાના તથા બાઝેન્ટાઈનના વારસ હોવાના તેણે દાવા કર્યા. જે રશિયન સામ્રાજ્યના ૧૯૧૭ની ક્રાંતિથી છેવટના અંત આવ્યા તે સામ્રાજ્યને આ રીતે મહાન ઇવાનના અમલ દરમ્યાન આરંભ થયા હતા. તેનો પૌત્ર બહુ ક્રૂર હતો અને તેથી તે ભયંકર સ્વાનના ન!મથી એકળખાય છે. તેણે ઝારને ઇલકાબ ધારણ કર્યાં. એ પદવીને અ સીઝર અથવા સમ્રાટ થાય છે.