________________
દુનિયા ૫૨ મંગેલાનું પ્રભુત્વ
૧૮૫
સુધી ઇતિહાસમાં કશું પણ બન્યું નહેતું; તેમજ ત્યાર પહેલાં આટલું વિશાળ સામ્રાજ્ય પણ નહેાતું ઉદ્ભવ્યું. સાચે જ તે સમયે મગાલ લેકે આખા જગતના સ્વામી જેવા લાગતા હશે. એ વખતે હિંદુસ્તાન તેમનાથી મુક્ત રહ્યુ તેનું કારણ એટલું જ કે તેમણે હિંદ તરફના માગ લીધા નહાતા. હિંદના જેટલા જ ક્ષેત્રફળવાળા પશ્ચિમ યુરોપ તેમના સામ્રાજ્યની બહાર હતા. પરંતુ આ સ્થાને તેમની ઉપેક્ષાને કારણે જ ટકી રહ્યાં હતાં. મગાલ લેકના મનમાં તેમને હજમ કરી જવાના વિચાર ન આવે ત્યાં સુધી જ તેમની હસ્તી હતી. તેરમી સદીમાં તે લેાકાને આવું જ લાગતું હશે.
પરંતુ મંગાલ લેકાની જબરદસ્ત તાકાત પણ ઘટવા લાગી અને વિજયા મેળવવાના તેમને જુસ્સા પણ ઓસરવા માંડ્યો. તારે એ લક્ષમાં રાખવું જોઈએ કે તે કાળે લોકેા પગે ચાલીને અથવા ઘેાડા ઉપર મેસીને ધીમી ગતિથી પ્રવાસ કરી શકતા. ત્યારે પ્રવાસનાં એથી વધારે ઝડપી સાધના નહાતાં. પોતાના વતન મ ંગોલિયાથી સામ્રાજ્યની પશ્ચિમની સરહદ યુરોપમાં પહાંચવા માટે પણ લશ્કરને એક વરસ લાગતું. લૂંટફાટની તક સાંપડવાને સંભવ ન હોય તે પેાતાના સામ્રાજ્યમાં થઈ ને લાંખી મુસાફરી કરીને જીત મેળવવામાં તેમને રસ નહેતા. વળી વિગ્રહેામાં ઉપરાઉપરી વિજયે મળવાને લીધે તથા લૂટકાટને કારણે મગાલ સૈનિકે તવંગર થયા હતા. તેમનામાંના ઘણા તા ગુલામા રાખતા પણુ થઈ ગયા હશે. આથી કરીને તેઓ શાંત પડતા ગયા અને સામ્ય તથા શાંતિમય વ્યવસાયમાં પડવા લાગ્યા. માણસને પોતાને જોઈતું બધું મળી રહે પછી તે સંપૂર્ણ પણે શાંતિ અને વ્યવસ્થાની તરફેણ કરતા થઈ જાય છે.
આટલા વિશાળ મંગલ સામ્રાજ્યના વહીવટ એ અતિશય મુશ્કેલ કામગીરી થઈ પડી હશે. એટલે એના ભાગલા પડવા માંડયા એમાં જરાયે નવાઈ પામવા જેવું નથી. મુખ્તાઈ ખાન ૧૨૯૨ની સાલમાં મરણ પામ્યા. એના પછી ખીજો કાઈ મહાન ખાન થયા નહિ. આખુ સામ્રાજ્ય પાંચ ભાગમાં વહેંચાઈ ગયું.
(૧) ચીનનું સામ્રાજ્ય. એમાં માંગેલિયા, મંચૂરિયા અને તિબેટના સમાવેશ થતા હતા. સામ્રાજ્યના આ મુખ્ય ભાગ હતો અને તે યુઆન વંશી કુબ્લાઈ ખાનના વશજોના અમલ નીચે હતો;
ન-૨૧
•