________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ખાન લાંબા વખત સુધી ચીનમાં રહ્યો હતો અને એ દેશે તેને આકર્થે હતો, એથી તે પિતાની રાજધાની કારાકોરમથી બદલી પેકિંગ લઈ આવ્યું. અને તેનું નામ “ખાનબાલિક” એટલે કે ખાનનું નગર પાડયું. કુબ્લાઈ ખાનને ચીનને લગતી બાબતમાં વધારે રસ હતો એટલે પિતાના વિશાળ મંગલ સામ્રાજ્યની બાબતમાં તે બેદરકાર બન્યો. પરિણામે મેટા મોટા મંગલ સૂબાઓ ધીમે ધીમે સ્વતંત્ર થઈ ગયા.
કુબ્લાઈએ આખું ચીન જીતી લીધું. પરંતુ આ ચડાઈઓ પહેલાંની મગેલ ચડાઈઓ કરતાં ભિન્ન હતી. એમાં ક્રૂરતા અને સંહારનું પ્રમાણ ઘણું ઓછું હતું. ચીને તેને ક્યારનોયે નરમ સ્વભાવને અને સભ્ય બનાવ્યા હતે. ચીનના લેકે પણ તેના પ્રત્યે માયાળુ વર્તન રાખતા અને તેને પિતાના સ્વજન તરીકે ગણતા. તેણે ખરેખર ચીનની પ્રાચીન પરંપરા અનુસાર એક ચીની રાજવંશની, યુઆન વંશની સ્થાપના કરી. કુબ્લાઈએ ટેગકિંગ, અનામ તથા બ્રહ્મદેશ પિતાના સામ્રાજ્યમાં ઉમેર્યા. તેણે જાપાન તથા મલેશિયા જીતવા પ્રયાસ કર્યો પરંતુ તેમાં તે ન ફાવ્ય; કેમકે મંગલે સમુદ્રથી અપરિચિત હતા અને વહાણે બાંધી જાણતા નહોતા.
મંગુ ખાનના અમલ દરમ્યાન ફ્રાંસના રાજા નવમા લૂઈ તરફથી તેની પાસે એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું. લૂઈએ તેની મારફતે યુરોપનાં ખ્રિસ્તી રાજ્ય તથા મંગલેએ મુસલમાનની સામે એકત્ર. થવું એવી સૂચના કરી હતી. કં. દરમ્યાન તે કેદ પકડાયા હતા ત્યારે બિચારા લૂઈને મુસલમાન તરફથી બહુ લેવું પડ્યું હતું. પરંતુ મંગલેને આવા મિત્રાચારીના સંબંધોમાં કશે રસ નહોત; તેમજ ધર્મને કારણે કઈ પણ જાતિ સામે લડવામાં પણ તેમને રસ નહોતે. - યુરોપનાં નાનાં નાનાં રાજારજવાડાં સાથે જોડાવાનું તેમને શું પ્રયજન? અને જોડાવું પણ કોની સામે? પશ્ચિમ યુરોપનાં રાજ્ય તથા મુસલમાની રાજ્યની બહાદુરીથી તેમને કશું કરવાપણું નહોતું. પશ્ચિમ યુરોપ તેમનાથી બચી ગયો છે તે એક અકસ્માત માત્ર હતા. સેજુક તુર્કોએ તેમની તાબેદારી સ્વીકારી લીધી હતી અને તેઓ તેમને ખંડણી ભરતા હતા. માત્ર મીસરના સુલતાને મંગલ સૈન્યને હરાવ્યું હતું. પરંતુ મંગલ લેકે મન ઉપર લેત તે તેને હરાવી શક્ત એમાં લેશ પણ શંકા નથી. યુરોપ અને એશિયાની આરપાર મંગલ સામ્રાજ્ય પથરાયેલું પડ્યું હતું. મંગલેની વિજયપરંપરા સાથે સરખાવી શકાય એવું હજી