________________
૩૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન
(૨) દૂર પશ્ચિમમાં રશિયા, પોલેંડ અને હંગરીમાં સુવર્ણ જાતિને – તેઓ એ પ્રદેશમાં એ નામથી ઓળખાતા – અમલ હત;
(૩) ઈરાન, મેસેપિટેમિયા, તથા મધ્ય એશિયાના અમુક ભાગમાં ઇખન સામ્રાજ્ય હતું. એ સામ્રાજ્ય હુલાગુએ સ્થાપ્યું હતું અને સેજુક તુ તેને ખંડણી ભરતા હતા;
(૪) તિબેટની ઉત્તર મધ્ય એશિયાને પ્રદેશ મહાન તુર્કસ્તાનના નામથી ઓળખાતો હતો. ત્યાં આગળ ઝગતાઈ સામ્રાજ્ય હતું અને
(૫) મંગેલિયા તથા સુવર્ણ જાતિના પ્રદેશની વચ્ચે મંગેલનું સાઈબેરિયન સામ્રાજ્ય હતું.
અતિશય વિશાળ મંગલ સામ્રાજ્યના ભાગલા પડી ગયા એ ખરું, પરંતુ તે પાંચમને દરેક ભાગ એક બળવાન સામ્રાજ્ય હતું.