________________
૩૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન કેન્સાન્ટિપલ પાસેથી લીધે એટલે તેઓ રેમના નહિ પણ ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચના અનુયાયી બન્યા. એ પછી કોઈ પણ સમયે રશિયાએ રેમના પિપને કદી પણ માન્ય કર્યો નથી.
રશિયાનું આ ધર્મ પરિવર્તન ક્રઝેડે પહેલાં ઘણું વખત ઉપર થયું હતું. એમ કહેવાય છે કે એક વખતે બબ્બેરિયન લેકે પણ ઇસ્લામ ધર્મ સ્વીકારવા તરફ ઢળ્યા હતા, પરંતુ કોસ્ટાન્ટિનોપલનું આકર્ષણ ઇસ્લામથી વિશેષ હતું. તેમને રાજા બાઇઝેનટાઈનની (તને યાદ હશે કે બાઈનટાઈને એ કન્ઝાન્ટિનોપલનું પ્રાચીન નામ છે.) રાજકુંવરીને પર હતા અને ખ્રિસ્તી થયું હતું. પાડોશની બીજી પ્રજાઓએ પણ એ રીતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો.
આ ક્રિઝેડના સમય દરમ્યાન યુરોપમાં શું બની રહ્યું હતું ? તે જોયું કે ત્યાંના કેટલાક રાજાઓ અને સમ્રાટો પેલેસ્ટાઈન ગયા હતા તથા તેમાંના કેટલાક ત્યાં આગળ મુશ્કેલીમાં આવી પડ્યા હતા. દરમ્યાન પિપ તે રેમમાં બેઠે બેઠો “નાસ્તિક” તુર્ક લેકે સામે “ધર્મયુદ્ધ’ આદરવાના હુકમો છોડ્યા કરતા હતા. ઘણું કરીને આ સમયે પિપની સત્તા તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી. પિની ક્ષમા યાચવા માટે એક ગર્વિષ્ઠ સમ્રાટને તેની હજૂરમાં જવાની પરવાનગી મેળવવા માટે કેસ આગળ બરફમાં ઉઘાડા પગે રાહ જોતા કેવી રીતે ઊભા રહેવું પડ્યું હતું એની વાત મેં તને કરી છે. જેનું પૂર્વાશ્રમનું નામ હિÖબ્રેન્ડ હતું તે પાપ ગ્રેગરી ઉમાએ પાપની ચૂંટણી માટે એક નવી રીત નક્કી કરી. રોમન કેથલિક ચર્ચ યા ધર્મસંધમાં “કાર્ડિનલ” એ સૌથી ઉચ્ચ દરજજાના ધર્માચાર્યો ગણાતા હતા. આવા કાર્ડિનલેને એક સંધ બનાવવામાં આવ્યું. આ સંધ “પવિત્ર સંઘ ને નામે ઓળખાતો હતો. એ સંધ નવા પિની ચૂંટણી કરતું. આ પ્રથા ૧૦૫૯ની સાલમાં ચાલુ કરવામાં આવી હતી અને જૂજજાજ ફેરફાર સાથે આજ પર્યત ચાલુ રહી છે. આજે પણ પોપના મૃત્યુ પછી તરત જ કાર્ડિનલેને એ સંધ એકત્ર થાય છે અને તેઓ બહારથી તાળું વાસી દેવામાં આવેલા એક ખંડમાં બેસે છે. ચૂંટણીનું કાર્ય પૂરું થયા સિવાય કોઈ પણ એ ખંડની અંદર આવી શકતું નથી કે કોઈ પણ તેની બહાર જઈ શકતું નથી. તેમની પસંદગીની બાબતમાં સહમત ન થવાથી ઘણી વાર તેઓ કેટલાયે કલાકે સુધી ત્યાં આગળ ગંધાઈને બેસી રહ્યા છે. પરંતુ ચૂંટણીને નિર્ણય કર્યા વિના તો તેઓ ખંડની બહાર નીકળી જ ન શકે ! એટલે આખરે