________________
*ઝેડાના સમયનું યુરોપ
૩૪૩
તે તેમને બધાને સહમત થવાની ફરજ પડે છે. પસંદગી નક્કી થયા પછી બહાર ટાળે વળેલા લેાકાને તેની ખબર પડે એટલા ખાતર સફેદ ધુમાડા કરવામાં આવે છે.
પોપની જેમ ચૂટણી કરવામાં આવતી તેમ પવિત્ર રેશમન સામ્રાજ્યના સમ્રાટની પસંદગી માટે પણ ચૂંટણી કરવાની પ્રથા પડી ગઈ હતી. પરંતુ તેની ચૂંટણી મેોટા મોટા ચૂડલ ઉમરાવે કરતા. આ ચૂંટણી કરવાનો અધિકાર એવા સાત ઉમરાવેતે હતા. અને તે ઇલેક્ટર પ્રિન્સીઝ એટલે કે ચૂંટણી કરનારા રાજા તરીકે એળખાતા. આ રીતે તે સમ્રાટને હમેશાં એક જ કુળમાંથી આવતો ટાળવાની કેાશિશ કરતા. પણ વ્યવહારમાં તે ઘણી વાર ચૂંટણીમાં લાંબા સમય સુધી એક જ કુટુંબની સરસાઈ રહેતી.
બારમી અને તેરમી સદી દરમ્યાન હૉહેનસ્ટેફેન વશ અથવા કુળ સામ્રાજ્યમાં સરસાઈ ભાગવતું હોય એમ આપણને જણાય છે. હું માનું છું કે હૉહેનસ્ટાફન એ જનીના એક નાનકડા કસમે અથવા ગામડુ છે. મૂળ એ ગામમાંથી ઊતરી આવેલા કુળે એ સ્થાનના નામ ઉપરથી પોતાનું નામ રાખ્યું. હૉહેનસ્ટેફેન વંશના ફ્રેંડરિક પહેલા ૧૧પરની સાલમાં સમ્રાટ થયા. સામાન્ય રીતે તે ફ્રેંડરિક બારમેરોઝા (લાલ દાઢીવાળા) તરીકે એળખાય છે. ઝેડમાં જતાં રસ્તામાં ડૂબી જનાર ફ્રેંડરિક આ જ હતા. એમ કહેવાય છે કે પવિત્ર સામ્રાજ્યના તિહાસમાં તેને રાજ્યઅમલ સૌથી વિશેષ ઝળહળતા હતા. જન પ્રજાને માટે તે લાંબા સમયથી તે એક પ્રાચીન વીર અને અ પૌરાણિક પુરુષ તુલ્ય થઈ ગયા છે. તેના નામની આસપાસ અનેક લોકકથા પણ વણાઈ ગઈ છે. તેને વિષે એમ કહેવામાં આવે છે કે, પતની એક ઊંડી ગુકામાં તે હજી ઊંધતા સુતા છે અને યોગ્ય અવસર આવ્યે તે જાગીને પાતાની પ્રજાને ઉગારવા માટે બહાર આવશે.
ફ્રેડરિક બારબેરોઝાએ પોપ વિરુદ્ધ બહુ ભારે ઝુંબેશ ચલાવી. પરંતુ એમાં છેવટે પાપનો વિજય થયા અને ફ્રેડરિકને તેની આગળ નવું પડયુ. તે એક આપખુદ રાજા હતા. પરંતુ તેના મોટા મેટા કચૂડલ ભેંસલા એટલે સામાએ તેને અતિશય પજવ્યેા હતેા. એ સમયે ઇટાલીમાં મોટાં મોટાં નગરો ઊભાં થતાં હતાં. ફ્રેંડરિકે તેમની સ્વતંત્રતા ચગદી નાખવાના પ્રયાસ કર્યાં. પરંતુ એ કામાં તે સફળ ન થયા. જર્મનીમાં પણ ખાસ કરીને નદીઓના કાંઠા ઉપર — કાલેન, હૅમ્બંગ,
―――――