________________
૬૩
ક્રૂઝેડાના સમયનુ યુરોપ
૨૦ જૂન, ૧૯૩૨
મારા છેલ્લા પત્રમાં અગિયાર, બાર અને તેરમી સદી દરમ્યાન ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ વચ્ચેની અથડામણ વિષે આપણે કંઈક જોઈ ગયાં. યુરોપમાં ‘ખ્રિસ્તી જગત'ની ભાવનાનો વિકાસ થતો આપણા જોવામાં આવે છે. આ સમય સુધીમાં યુરોપમાં સત્ર ખ્રિસ્તી ધર્મના ફેલાવા થઈ ચૂક્યો હતો. પૂર્વ યુરોપની સ્લાવ જાતિ એટલે કે રશિયન અને ખીજી પ્રજાએ એ ધર્મીમાં છેક છેલ્લી દાખલ થઈ. એ વિષે એક મજાની વાત પ્રચલિત છે, જો કે કેટલા પ્રમાણમાં એ સાચા છે તેની મને ખબર નથી. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતાં પહેલાં રશિયાની પ્રજાએ પોતાના પુરાણા ધર્મ બદલીને નવા ધર્મ સ્વીકારવાના પ્રશ્ન ઉપર ચર્ચા કરી હતી. તે સમયે ખ્રિસ્તી અને ઇસ્લામ એ એ નવા ધર્માંની તેમને જાણુ હતી. એથી કરીને સાવ આધુનિક પદ્ધતિથી એ એ ધર્માં જે મુલકામાં પળાતા હતા ત્યાં આગળ જઈ ને તપાસ કરી તેને હેવાલ રજૂ કરવા માટે તેમણે એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું. એમ કહેવાય છે કે, આ પ્રતિનિધિમંડળે પશ્ચિમ એશિયામાં જ્યાં ઇસ્લામ ધર્મના પ્રચાર હતા એવાં કેટલાંક સ્થાનોની મુલાકાત લીધી અને પછી તે મંડળ કૉન્સ્ટાન્ટિનોપલ ગયું. કૉન્સ્ટાન્તિનેપલમાં તેમણે જે જોયું તેનાથી તે અંજાઈ ગયા. ત્યાંના આર્થાૉકસ ચની ધાર્મિક વિધિ સમૃદ્ધ અને ભભકદાર હતી અને કણ મધુર સંગીત તથા ગાયનવાદનને પણ તેમાં સમાવેશ થતા હતો. ધર્માચાર્યાં સુંદર વસ્ત્રાભૂષણા પહેરીને દેવળમાં આવતા તથા ત્યાં સુગંધીદાર ધૂપ પણ ખાળવામાં આવતા હતા. ઉત્તરના ભોળા અને અજંગલી લેાકેા ઉપર આ ક્રિયાવિધિઓની ભારે અસર થઈ. ઇસ્લામમાં આવું ભભકાદાર કશું જ નહોતું. આથી તેમણે ખ્રિસ્તીધર્મની તરફેણમાં પોતાના નિર્ણય કર્યાં અને દેશમાં પાછા ફરીને પોતાના રાજા આગળ એ મુજબ હેવાલ રજૂ કર્યાં. આ ઉપરથી રાજા તથા તેની પ્રજાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યાં. તેમણે પેાતાના ધર્મ