________________
પ્રાચીન સંસ્કૃતિઓ અને આપણે વારસો
૯ જાન્યુઆરી, ૧૯૩૧ ભારત” નામનું હિંદી વર્તમાનપત્ર જે અઠવાડિયામાં બે દિવસ અમને બહારની દુનિયાના ખબર આપે છે તેમાં ગઈ કાલે મેં વાંચ્યું કે, મલાક જેલમાં તારી મા પ્રત્યે એગ્ય વર્તાવ રાખવામાં આવતે નથી; અને તેને લઇને જેલમાં મોક્લવાની છે. એ ખબર વાંચીને હું જરા ખિન્ન થયા અને ચિંતા કરવા લાગે. બનવાજોગ છે કે એ પત્રમાં આવેલી અફવા સાચી ન હોય. પણ આવી જાતની શંકા ઊભી થાય એ પણ સારું નથી. પિતાની જાત ઉપરની તક્લીફ કે દુઃખ સહેવાં બહુ સહેલ છે. એથી તે દરેકને ફાયદો થાય, કારણકે નહિ તે આપણે સાવ નમાલા બની જઈએ. પરંતુ જેઓ આપણું પ્રિય સ્વજને છે, અને ખાસ કરીને જ્યારે આપણે તેમને માટે કશુંયે કરી શકવાની સ્થિતિમાં ન હોઈએ, ત્યારે તે તેમની વિટંબણાનો ખ્યાલ કષ્ટદાયક થઈ પડે છે. એટલે “ભારત” પત્રે મારા મનમાં પેદા કરેલી શંકાએ મને તારી મા વિષે ચિંતાતુર કરી મૂક્યો. તે બહાદુર છે અને તેનું હૃદય સિંહણના જેવું અડગ છે, પરંતુ શરીરે તે દુર્બળ છે, અને તેનું શરીર વધારે દુર્બળ બને એ મને ગમતું નથી. આપણું હૃદય ગમે એટલું દઢ હોય, પણ આપણું શરીર હારી જાય તે આપણે શું કરી શકવાનાં હતાં ? કોઈ પણ કાર્ય આપણે સારી રીતે કરવા માગતાં હોઈએ તે આપણું શરીર પૂરેપૂરાં તંદુરસ્ત અને સશક્ત હોવાં જોઈએ.
માને લખન મોકલવામાં આવનાર છે એ પણ એક રીતે ઠીક જ છે. ત્યાં આગળ તેને વધારે સગવડ મળશે. લખને જેલમાં તેને સબત પણ મળી રહેશે. ઘણું કરીને મુલાકામાં તે તે એકલી જ છે. છતાંયે, તે મારાથી બહુ દૂર નહોતી – અમારી જેલથી માત્ર ચારપાંચ માઈલને અંતરે જ હતી એ ખ્યાલ બહુ જ આનંદજનક હતે. પણ એ બેવકૂફીભરેલે ખ્યાલ છે. વચમાં બે જેલની ઊંચી દીવાલે આડી પડી હોય ત્યાં પાંચ માઈલ કે પાંચ માઈલ સરખા જ છે.