________________
પ્રાચીન સંસ્કૃતિએ અને આપણે વારસો દાદુ અલ્લાહાબાદ પાછા આવ્યા છે અને તેમની તબિયત સુધારા ઉપર છે એ જાણીને આજે મને બહુ આનંદ થયે. વળી તે તારી માને મળવાને મલાકા જેલમાં ગયા હતા એ જાણીને પણ હું બહુ રાજી થયે. કદાચ, નસીબાગે આવતી કાલે મારે તમને બધાને મળવાનું થાય, કેમકે કાલે મારે “મુલાકાતને દિવસ છે. જેલમાં એ મુલાકાતકા દિન” મેટા પર્વ જેવો મનાય છે. લગભગ બે માસથી મેં દદુને જોયા નથી. આશા રાખું છું કે હું તેમને મળીશ અને તેમની તબિયત ખરેખર સુધરી છે એની જાતે ખાતરી કરી શકીશ. અને અતિશય લાંબા પખવાડિયા પછી હું તને મળીશ ત્યારે તું મને તારી અને તારી માની ખબર તે આપશે જ.
અરે! પણ આ શું? હું તને પ્રાચીન ઈતિહાસ વિષે લખવા બેઠે હતું, પણ તેને બદલે બેવકૂફીભરી વાતે લખી રહ્યો છું. હવે આપણે ઘડીભર વર્તમાનને ભૂલી જવાની કોશિશ કરીએ અને બેથી ત્રણ હજાર વર્ષ પહેલાંના કાળમાં પહોંચી જઈએ.
મિસર વિષે અને ક્રીટના પ્રાચીન નગર નિસાસ વિષે હું મારા આગળના પત્રોમાં થોડુંક લખી ચૂક્યો છું. મેં તને એ પણ જણાવ્યું હતું કે આ બે દેશોમાં તેમજ જેને આપણે ઈરાક અથવા મેસોપોટેમિયાને નામે ઓળખીએ છીએ તે દેશમાં અને ચીન, ગ્રીસ તથા હિંદમાં પુરાણું સંસ્કૃતિઓ ઉદ્ભવી હતી. એ બધામાં ગ્રીસની સંસ્કૃતિને ઉદય કંઈક પાછળથી થયે. એટલે કે, પ્રાચીનતાની દષ્ટિએ હિંદની સંસ્કૃતિ મિસર, ચીન અને ઈરાકની સંસ્કૃતિ જેટલી પુરાણી છે. અને પ્રાચીન ગ્રીસની સંસ્કૃતિ પણ એમને મુકાબલે તે આધુનિક ગણાય. આ પ્રાચીન સંસ્કૃતિઓના શા હાલ થયા ? નસાસ ખતમ થઈ ગયું. એને લુપ્ત થયાને પણ ત્રણ હજાર વરસ થઈ ગયાં. ગ્રીસની નવી સંસ્કૃતિના લોકે આવ્યા તેમણે તેને નાશ કર્યો. હજારે વરસની ઉજજ્વળ કારકિર્દી પછી મિસરની પુરાણી સંસ્કૃતિ પણ નાશ પામી. ભવ્ય પિરામીડે અને સ્લેિક્સ, મહાન મંદિર અને મમીએ, તથા એવી બીજી વસ્તુઓના અવશેષો સિવાય તેની બીજી કશી નિશાની રહી નથી. મિસર દેશ તે આજે પણ છે અને પહેલાંની જેમ નાઈલ નદી પણ તેમાં થઈને વહે છે તથા બીજા દેશની જેમ તેમાં પણ પુરુષે તથા
સ્ત્રીઓ વસે છે. પરંતુ આજના મિસરવાસીઓ સાથે તેમના દેશની ( પુરાણી સંસ્કૃતિને જોડનાર એકે કડી આજે મોજૂદ નથી. ઈરાક અને