________________
એશિયા અને યુરોપ પરંતુ એશિયાની મહત્તાને વિસારવી એ પણ એટલું જ મૂર્ખાઈ ભર્યું છે. યુરોપની આજની ભભકથી આપણે અંજાઈ જઈએ અને આપણે ભૂતકાળ ભૂલી જઈએ એ સંભવ રહે છે. પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે, બીજા કોઈ મનુષ્ય કરતાં અથવા બીજી કઈ વસ્તુ કરતાં દુનિયા ઉપર અધિક પ્રભાવ પાડનાર મહાન વિચારકે – બધા મુખ્ય ધર્મોના પ્રવર્તકે – તે એશિયાએ પેદા કર્યા છે. આજે પ્રચલિત મુખ્ય ધર્મોમાં સૈથી પુરાણે હિંદુધર્મ તે અલબત હિંદમાં જ ઉભા છે. એ જ રીતે ચીન, જાપાન, બ્રહ્મદેશ, તિબેટ અને સિલેનમાં આજે ચાલતે હિંદુધર્મને સહેદર મહાન બૈદ્ધ ધર્મ પણ હિંદમાં જ ઉત્પન્ન થયો છે. યહૂદી લોકોને ધર્મ અને ખ્રિસ્તી ધર્મ પણ એશિયાના ધર્મો છે, કારણ કે તેમનું ઉગમસ્થાન એશિયાને પશ્ચિમ કિનારે આવેલા પેલેસ્ટાઈનમાં હતું. પારસીઓને જરથોસ્તી ધર્મ ઈરાનમાં ઉભવ્ય; અને એ તે તું જાણે છે કે ઇસ્લામના પેગંબર મહંમદ સાહેબ અરબસ્તાનના મકકા શહેરમાં જન્મ્યા હતા. કૃષ્ણ, જરથુષ્ટ, ઈસુ, મહંમદ તથા ચીનના મહાન ફિલસુફ કન્ફશિયસ અને લાઓસે – આમ એશિયાના મહાન તત્વચિંતકોનાં નામોથી પાનાંનાં પાનાં ભરી શકાય એમ છે. એશિયામાં થઈ ગયેલા મહાન કર્મવીરોનાં નામથી પણ કેટલાંયે પાન ભરી શકાય. ભૂતકાળમાં આપણે આ પુરાણે ખંડ કેટલે મહાન અને પ્રાણવાન હો એ બીજી અનેક રીતે હું તને બતાવી શકું એમ છું.
પરંતુ જમાને કેવો બદલાઈ ગયો છે ! અને વળી આજે આપણી નજર આગળ તે ફરી પાછો બદલાઈ રહ્યો છે. ઈતિહાસમાં કેટલીક વાર
અતિશય ત્વરિત ગતિ અને ઉત્પાતના યુગે આવી જાય છે એ ખરું, પરંતુ સામાન્ય રીતે તે સદીઓની ગણતરીથી મંદ ગતિએ પિતાનું કાર્ય કર્યો જાય છે. આજે એશિયામાં તે ત્વરિત ગતિથી આગળ વધે છે અને એ પરાણે ખંડ લાંબી નિદ્રામાંથી જાગ્રત થયો છે. સમગ્ર દુનિયાની મીટ આજે એના ઉપર મંડાઈ રહી છે. કારણ સૈને ખબર છે કે ભવિષ્યમાં દુનિયાના ઇતિહાસમાં એશિયા મહત્ત્વનો ભાગ ભજવનાર છે.