________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
યુરોપ આજે બળવાન અને સત્તાધારી છે, અને તેના લેાકેા પોતાને જગતમાં સાથી સુધરેલા અને સંસ્કારી માને છે. એશિયા તેમજ તેના લેાકા તરફ તે તિરસ્કારની નજરે જુએ છે અને ત્યાં જઈને જે કંઈ હાથ આવે તે બધું પચાવી પાડે છે. પણ જમાના કવા પલટાઈ ગયા છે! ચાલ, આપણે એશિયા અને યુરોપ ઉપર ધ્યાનપૂર્વક નજર કરી જઈએ. નકશાપોથી ધાડ અને એશિયાના મહાન ખંડને ચોંટી રહેલા નાનકડા યુરેાપને જો. એ તો માત્ર એશિયાના દેહના જ એક નાનકડા અવયવ જેવા દેખાય છે. જ્યારે તું ઇતિહાસ વાંચશે ત્યારે તને માલૂમ પડશે કે ઘણા લાંબા કાળ સુધી દુનિયા પર એશિયાનું પ્રભુત્વ હતું. એશિયાવાસી પ્રજાઓનાંટાળાં સમુદ્રનાં મેાજાની જેમ યુરોપની ભૂમિ પર ફરી વળ્યાં અને તેના મુલકા તેમણે જીતી લીધા. તેમણે યુરેપને ઉર્જાક્યોયે ખરો અને તેને સંસ્કારી પણ બનાવ્યા. આર્ય, શક, દૃણ, અરબ, મગાલ અને તુર્ક, એ બધી પ્રજાએ એશિયાના કાઈ ને કાઈ ભાગમાંથી નીકળીને એશિયા તેમજ યુરોપમાં ફરી વળી. એશિયાએ એ બધી પ્રજાને જાણે તીડનાં ટોળાંની જેમ અગણિત સંખ્યામાં પેદા કરી. ખરેખર, લાંબા કાળ સુધી યુરોપ એશિયાની વસાહત જેવા રહ્યો છે અને તેની ઘણીખરી પ્રજાએ એશિયાની તેના ઉપર ચડાઈ કરનારી પ્રજાની જ સતિ છે.
સ્વ
મહાકાય રાક્ષસની જેમ એશિયા નકશાના એક છેડાથી બીજા છેડા સુધી આડા પડેલા છે. યુરોપ તા નાનકડા છે. પણ એને અર્થ એ નથી કે એશિયા તેના કદને કારણે જ મહાન છે, અથવા તો યુરોપ નાના છે એટલે બહુ લક્ષ આપવાને પાત્ર નથી. કદ એ માણસની કે દેશની મહત્તા આંકવાની અતિશય ક્ષુલ્લક કસોટી છે. આપણે એ પણ સારી રીતે જાણીએ છીએ કે યુરોપ સાથી નાને ખંડ હોવા છતાં આજે મહાન છે. આપણે એ પણ જાણીએ છીએ કે તેના ઘણા દેશોમાં ઇતિહાસના તેજસ્વી યુગા આવી ગયા છે. એ દેશે।એ મહાન વિજ્ઞાનશાસ્ત્રીએ પેદા કર્યાં છે. તેમણે પોતાની શોધખોળાથી માનવી સંસ્કૃતિને ખૂબ આગળ વધારી છે અને કરોડા સ્ત્રીપુરુષનાં જીવનના મેજો હળવા કર્યાં છે. એ દેશોમાં મોટા મોટા સાક્ષર, ફિલસૂફ઼ા, કળાકારો, સંગીતશાસ્ત્રી અને કવીરે પણ થઈ ગયા છે. યુરેશપની મહત્તાને સ્વીકાર ન કરવા એ તો નરી મૂર્ખાઈ કહેવાય.