________________
ડે આ સમયે બગદાદના સામ્રાજ્યની શી દશા હતી ? હજી પણ અબ્બાસી ખલી સામ્રાજ્યના ઉપરી પદે હતા. હજી પણ તેઓ ખલીફ
અમીરલ મેમિનીન એટલે કે મુસલમાનોના સેનાની હતા. પરંતુ તેઓ રાજ્યના નામના જ વડા હતા અને તેમના હાથમાં નહિ જેવી જ સત્તા રહી હતી. તેમનું સામ્રાજ્ય કેવી રીતે ભાંગી પડ્યું અને પ્રાંતના સૂબાઓ કેવી રીતે સ્વતંત્ર થઈ ગયા તે આપણે આગળ જોઈ ગયાં છીએ. હિંદુસ્તાન ઉપર વારંવાર આક્રમણ કરનાર મહમૂદ ગઝની બળવાન રાજા હતું અને ખલીફ જે તેની મરજી મુજબ ન વર્તે તે તેની ખબર લેવાની તેણે ધમકી આપી હતી. ખુદ બગદાદમાં પણ સાચી સત્તા તુકે લેકેના હાથમાં હતી. પછીથી તુર્ક લોકોની એક બીજી શાખા – સેજુક – આવી. તેમણે બહુ ઝડપથી પિતાની સત્તા જમાવી અને ઉપરાઉપરી વિજય મેળવીને છેક કૅન્સ્ટાન્ટિનેપલના દરવાજા સુધી તેઓ ફેલાઈ ગયા. આમ ખલીફના હાથમાં કશીયે રાજકીય સત્તા ન હોવા છતાં હજુ પણ તે ખલીફ તરીકે ચાલુ રહ્યો. સેજુક તુર્કના સરદારને તેણે સુલતાનને ઇલકાબ આપ્યો અને એ સુલતાને રાજ્ય કરવા લાગ્યા. ઝેડરેને આ સેજુક સુલતાને અને તેમના સાથીદારની સામે લડવાનું હતું.
ક્રઝેડને પરિણામે યુરોપમાં ખ્રિસ્તી જગત'ની–અખ્રિસ્તી જગત. વિરુદ્ધ ખ્રિસ્તી જગતની – ભાવના પ્રબળ થવા પામી. કહેવાતા નાસ્તિક પાસેથી “પવિત્ર ભૂમિ પાછી મેળવવાની ભાવના અને હેતુ આખા યુરોપમાં સર્વસામાન્ય હતાં. આ સર્વસામાન્ય હેતુને લીધે લેકે ભારે ઉત્સાહમાં આવી ગયા અને આ મહાન હેતુ પાર પાડવા ખાતર ઘણું માણસો ઘરબાર તથા માલમિલક્ત છેડીને નીકળી પડ્યા. ઘણું લોક ઉદાત્ત હેતુથી પ્રેરાઈને ગયા. વળી કેટલાક, ત્યાં જનારાઓનાં પાપની માફી મળશે એવા પિપના વચનથી આકર્ષાઈને ત્યાં ગયા હતા.
ઝેડનાં બીજા કારણે પણ હતાં. રેમ હમેશને માટે કોન્સ્ટોન્ટિનેપલ ઉપર પોતાનું આધિપત્ય જમાવવા માગતું હતું. તને સ્મરણ હશે કે કન્ઝાન્ટિનેપલનું ચર્ચ રોમના ચર્ચથી જુદું હતું. તે પિતાના ચર્ચને ઑર્થોડેકસ ચર્ચ તરીકે ઓળખાવતું તથા રમના ચર્ચ પ્રત્યે તેને ભારે અણગમો હતે. રેમના પિપને તે લેભાગુ ગણતું. પિપ કૉન્સ્ટાન્ટિનેપલના આ ગર્વનું ખંડન કરીને તેને પિતાની છત્ર નીચે લાવવા માગતા હતા. નાસ્તિક તુર્કોની સામે ધર્મયુદ્ધના એઠા નીચે