________________
st
જગતના ઇતિહાસનું રેખાદર્શન
તે લાંબા સમયથી સેવેલી પોતાની મુરાદ પાર પાડવા ચહાતા હતા. મુત્સદ્દીઓની અને જે પોતાને રાજપુરુષો ગણે છે તેમની રીતે આવી જ હોય છે! રામ અને કૉન્સ્ટાન્ટિનેપલને આ ઝઘડા યાદ રાખવેા જરૂરી છે કેમકે ક્રુઝેડે દરમ્યાન તે વારંવાર ઉપસ્થિત થયાં કરે છે.
ક્રૂઝેડનું ખીજાં કારણ વાણિજ્યને લગતું હતું. વેપારી વર્ગ અને ખાસ કરીને વિકસતા જતા વેનિસ અને જિનોઆના બદરાના વેપારીઓ આ વિગ્રહ ચહાતા હતા; કેમકે સેજીક તુર્કાએ પૂર્વ તરફના ઘણાખરા વેપારી માર્ગો બંધ કર્યાં હતા તેથી તેમના વેપારને હાનિ પહોંચતી હતી.
અલબત સામાન્ય જનસમુદાયને આ કારણેાની કશી જ ખબર નહતી.કાઈએ તેમને એ કારણેા જણાવ્યાં નહોતાં. સામાન્ય રીતે મુત્સદ્દીઓ ખરાં કારણાને છુપાવી રાખે છે અને ભારે ગંભીરતાથી ધર્મ, ન્યાય અને સત્યની વાતો કરે છે. ક્રૂઝેડના સમયે પણ એમ જ ચાલતું હતું. આજે પણ એ જ સ્થિતિ છે. તે સમયે લોકાને છેતરવામાં આવ્યા હતા; અને એમ છતાંયે મેટા ભાગના લેાકેા આજે પણ મુત્સદ્દીઓની દ્વાવકી વાતાથી છેતરાય છે.
એથી કરીને સંખ્યાબંધ લાક્રૂઝેડમાં જવાને એકત્ર થયા. એમાં સારા અને ઈમાનદાર માણ્યા હતા તેમ જ લૂંટની આશાથી પ્રેરાઈ તે ભળેલા લક્ગાએ પણ હતા. પાક અને ધિક માસ તેમજ કાઈ પણ ગુના કરવામાં પાછા ન પડે એવા સમાજના ઉતારરૂપ મવાલીને એ અજબ જેવા શંભુમેળા હતા. પોતાની દૃષ્ટિએ એક ઉદાત્ત ધ્યેયને પાર પાડવાને અર્થે જતાં આ ઝેડરોએ અથવા કહે કે તેમાંના ઘણાએ અતિશય હીન અને ઘૃણા ઉત્પન્ન કરે એવા ગુના કર્યાં હતા. ઘણા તેા લૂંટફાટ કરવામાં તથા ખીજા દુરાચારોમાં એવા ગૂંથાઈ ગયા કે તેઓ પૅલેસ્ટાઈનની સમીપ સુધી પહોંચ્યા જ નહિ. કેટલાક રસ્તામાં યહૂદી લોકેાની કતલ કરવામાં પડયા અને ખીજા કેટલાકાએ તે પોતાના ખ્રિસ્તી ધર્મબંધુએની પણ કતલ કરી. તેમના દુરાચારથી ત્રાસીને જ્યાંથી તે પસાર થતા હતા તે મુલકના ખ્રિસ્તી ખેડૂતોએ તેમની સામે થઈ તેમના ઉપર હુમલા કર્યાં અને કેટલાકને મારી નાખ્યા તથા ખીજાને પોતાના મુલકમાંથી હાંકી કાઢવા.
આખરે મુર્ખ લેના ગોડફ્રે નામના નાન સરદારની આગેવાની નીચે આ ક્રૂઝેડરો પૅલેસ્ટાઈન પહેાંચ્યા. જેરુસલેમ તેમને હાથ આવ્યું અને પછી એક અવાડિયા સુધી હત્યાકાંડ ચાલ્યો '. ત્યાં આગળ