SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ફ્રેંડે ૧૯ જૂન, ૧૯૩૨ જેરુસલેમ શહેર પાછું મેળવવા માટે પેપ અને તેના ચર્ચની સભાએ મુસલમાને સામે ઝૂઝેડ એટલે કે ધર્મયુદ્ધ જાહેર કર્યું હતું તે વિષે મેં તને તાજેતરના એક પત્રમાં (૫૭મા પત્રમાં કહ્યું હતું. સેજુક તુર્કની વધતી જતી સત્તાએ યુરોપને ભયભીત કરી મૂક્યું હતું અને ખાસ કરીને કોન્ટ્રાન્ટિનોપલની સરકાર તે તેનાથી વધારે ગભરાઈ ગઈ હતી, કેમકે તેના ઉપર તે સીધે જ ભય ઝઝૂમી રહ્યો હતું. જેરુસલેમ અને પેલેસ્ટાઈનમાં તુર્કો તરફથી થતી ખ્રિસ્તી યાત્રાળુઓની કનડગતની વાત એ યુરોપના લોકોને ઉશ્કેરી મૂક્યા અને તેઓ ક્રોધે ભરાયા. એથી કરીને “ધર્મયુદ્ધ' જાહેર કરવામાં આવ્યું અને પિપ તથા ચર્ચે “પવિત્ર' શહેરને વિધર્મીઓના હાથમાંથી છેડાવવાને યુરેપની બધી ખ્રિસ્તી પ્રજાઓને કુચ કરવાની હાકલ કરી. આ રીતે ૧૦૯૫ની સાલમાં ઝેડ શરૂ થઈ અને ૧૫૦ વરસથી પણ વધારે સમય સુધી ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ વચ્ચે અથવા ક્રક્સ અને ચાંદ વચ્ચે લડાઈ ચાલુ રહી. એ કાળ દરમ્યાન વચ્ચે વચ્ચે લાંબા વખત સુધી લડાઈ બંધ રહેતી પરંતુ, એ બધે વખત સામાન્ય પરિસ્થિતિ તે યુદ્ધની જ ચાલુ રહેતી, અને ઝેડ લડનારા ખ્રિસ્તી સૈનિકનાં દળે ધર્મયુદ્ધ લડવાને માટે અને મેટે ભાગે તે “પવિત્ર ભૂમિમાં મરણને શરણ થવાને માટે એક પછી એક આવ્યે જતાં હતાં. આ લાંબા વિગ્રહથી ખ્રિસ્તી ક્રઝેરને એટલે કે ધર્મયુદ્ધ લડનારાઓને તે કશે ખાસ લાભ ન થયે. થડા વખત માટે જેરુસલેમ તેમને હાથ આવ્યું ખરું પરંતુ પછી પાછું તે તુર્ક લેકને હાથ ગયું અને તેમના હાથમાં જ રહ્યું. આ કૂડેનું એક મહત્ત્વનું પરિણામ તે એ આવ્યું કે ખ્રિસ્તીઓ અને મુસલમાને લાખોની સંખ્યામાં મત અને દુઃખના ભોગ બન્યા તથા એશિયામાઈનર અને પેલેસ્ટાઈનની ભૂમિ એક વાર ફરીથી મનુષ્યના લેહીથી તરબળ થઈ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy