________________
એશિયા અને યુરેપનું પુનરાવલોકન ૩૧૩ આમ આપણે એશિયા ઉપર ભારે પરિવર્તન આવતું જોઈએ છીએ. પ્રાચીન સંસ્કૃતિ ચાલુ રહી હતી, લલિત કળાએ ખીલતી હતી અને તરેહતરેહના વૈભવવિલાસો પણ મોજૂદ હતા, પરંતુ સંસ્કૃતિની નાડ મંદ પડતી જતી હતી, અને જીવનની પ્રાણશક્તિ ઉત્તરોત્તર વધુ ને વધુ ક્ષીણ થતી જતી જણાતી હતી. લાંબા કાળ સુધી એ સંસ્કૃતિઓ ટકવાની હતી. મંગેલ લેકે આવ્યા તે સમયે અરબસ્તાન તથા મધ્ય એશિયા બાદ કરતાં બીજે ક્યાંય પણ ન તે એ સંસ્કૃતિઓનો અંત આવ્યો કે ન તે તેમનો પ્રવાહ ચોક્કસપણે અટકી પડ્યો. ચીન અને હિંદુસ્તાનમાં એ પ્રાચીન સંસ્કૃતિઓ ધીમે ધીમે ઝાંખી પડવા લાગી હતી અને છેવટે તે દૂરથી જોતાં બહુ મનોહર લાગે પરંતુ તેની નજદીક જતાં ખબર પડે કે તેને ઊધઈ લાગવા માંડી છે એવા એક રંગીન નિપ્રાણ ચિત્ર જેવી બની ગઈ
સામ્રાજ્યની પેઠે સંસ્કૃતિઓનું પતન પણ જેટલા પ્રમાણમાં અંદરની નબળાઈ અને સડાને આભારી હોય છે તેટલા પ્રમાણમાં બહારના દુશ્મનોના સામર્થને આભારી નથી હોતું. રેમનું પતન બર્બર લકોને લીધે નહેતું થયું. તેમણે તે જે ક્યારનુંયે મરી પરવાર્યું હતું તેને માત્ર ધક્કો મારીને પાડી નાખ્યું. રોમના હાથપગ કાપી નાખવામાં આવ્યા તે પહેલાં જ તેનું હૃદય તે ધબકતું બંધ પડી ગયું હતું. હિંદુસ્તાનમાં અને ચીનમાં તેમજ આરબ લેકની બાબતમાં પણ કંઈક એવું જ બનતું આપણું જોવામાં આવે છે. આરબ સંસ્કૃતિના ઉદયની પડે તેનું પતન પણ એકાએક થયું. હિંદુસ્તાનમાં અને ચીનમાં એ ક્રિયા બહુ ધીમી ગતિએ થતી રહી અને એ બંને દેશની સંસ્કૃતિના પતનને આરંભ ચોકકસપણે ક્યારથી થયે એ કહેવું સહેલું નથી.
ગઝનીને મહમૂદ હિંદુસ્તાનમાં આવ્યા તે પહેલાં ઘણા લાંબા કાળથી એ ક્રિયા શરૂ થઈ ચૂકી હતી. લેકોના માનસમાં ફેરફાર થયેલ આપણે જોઈ શકીએ છીએ. નવા નવા વિચાર અને વસ્તુઓનું સર્જન કરવાને બદલે હિંદુસ્તાનના લેકે ભૂતકાળની સિદ્ધિઓનું અનુકરણ અને પુનરાવર્તન કરવામાં તત્પર બન્યા હતા. હજી પણ તેમની બુદ્ધિ સારી પેઠે સતેજ અને તીક્ષ્ણ હતી પરંતુ તેઓ લાંબા વખત પૂર્વે જે કહેવાયું હતું અને લખાયું હતું તેને અર્થ કરવામાં તેમજ તેના ઉપર વિવેચન કરવામાં એટલે કે ભાળે અને ટીકાઓ લખવામાં મંડ્યા હતા. હજી પણ તેઓ અભુત પ્રકારનું મૂર્તિ નિર્માણ અને કોતરકામ કરતા હતા