________________
૩૧૨
જગતના ઈતિહાસનું રેખાદર્શન પ્રણાલિકા સાચવી રહ્યું હતું અને ધીમે ધીમે કૉન્સાન્ટિનોપલને અધઃપાત થતો જ હતો છતાંયે તે એશિયા અને યુરોપની સરહદ વચ્ચે આવેલું એક મહાન અને મોટી વસતીવાળું શહેર હતું. યુરોપના મોટા ભાગ ઉપર તે સામાન્ય રીતે અવ્યવસ્થા અને અરાજકનું અંધેર પ્રવર્તતું હતું, અને ત્યાં આગળ પ્રચલિત ફડલ વ્યવસ્થા નીચે દરેક નાઈટ એટલે લડાયક સરદાર તથા લોર્ડ એટલે કે ઉમરાવ પિતાપિતાની જાગીરને એક નાનો સરખો રાજા હતા. સામ્રાજ્યનું પ્રાચીન પાટનગર રોમ એક વખતે તે નાનકડા ગામડા જેવું બની ગયું હતું અને તેના પ્રાચીન પ્રેક્ષાગારમાં જંગલી જનાવરેએ વાસ કર્યો હતે. પરંતુ તે હવે ફરી પાછું ખીલવા લાગ્યું હતું.
એથી કરીને જે તું ઈશ પછીથી હજાર વરસ પછીના એશિયા અને યુરોપની તુલના કરે તે એશિયાનું પલ્લું ઘણું નીચું નમશે.
હવે આપણે ફરીથી જોઈએ અને સપાટીથી ઊંડે ઊતરીને વસ્તુઓ નિહાળવા પ્રયત્ન કરીએ. ઉપર ઉપરથી જેનાર એશિયાની પરિસ્થિતિ જેટલી સારી કલ્પે એટલી વાસ્તવમાં તે સારી નહતી એમ આપણને જણાય છે. પ્રાચીન સંસ્કૃતિનાં ઊગમસ્થાન ચીન અને હિંદુસ્તાન તકલીફ અને આફતમાં આવી પડ્યાં હતાં. બહારથી થતી ચડાઈઓ એ જ માત્ર તેમની આફત નહોતી. પણ તેમની ખરેખરી આફતો તે આંતરિક હતી કે જે આંતરિક જીવન તેમજ શક્તિને હણે છે. પશ્ચિમના આરબોની મહત્તાના દિવસે પૂરા થવા આવ્યા હતા. સેજુક તુકે સત્તા ઉપર આવે છે એ ખરું પરંતુ તેમને ઉદય કેવળ તેમના લડાયક ગુણોને આભારી હતે. હિંદીઓ, ચીનાઓ, ઈરાનીઓ કે આરબ લેકની પેઠે તેઓ એશિયાની કોઈ પણ સંસ્કૃતિના પ્રતિનિધિ નથી. તેઓ એશિયાના લડાયક ગુણના પ્રતિનિધિ છે. એશિયામાં સર્વત્ર સંસ્કારી પ્રાચીન પ્રજાએ કરમાતી અને ક્ષીણ થતી દેખાય છે. તેમણે પિતાને આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો અને આત્મરક્ષણની નીતિ અખત્યાર કરી હતી. ખડતલ અને શક્તિથી ઊભરાતી નવી પ્રજાઓ આગળ આવી. તેમણે એશિયાની પ્રાચીન પ્રજાઓને જીતી લીધી અને યુરોપને પણ ગભરાવી મૂક્યું. પરંતુ એ પ્રજાએ સંસ્કૃતિને ન પ્રવાહ કે સંસ્કૃતિનું નવું પ્રેરક બળ પિતાની સાથે ન લાવી. પ્રાચીન પ્રજાઓએ ધીમે ધીમે આ નવી પ્રજાઓને સંસ્કારી બનાવી અને એ રીતે તેમણે વિજેતાઓને અપનાવીને પિતાની અંદર સમાવી દીધા.