________________
૫૮
એશિયા અને યુરોપનું પુનરાવલોકન
૧૨ જૂન, ૧૯૩૨ ઈશુ પછીનાં પહેલાં હજાર વરસ સુધીની દુનિયાનું, એટલે કે એશિયા અને યુરોપનું તથા આફ્રિકાના છેડા ભાગનું ટૂંકું અવલોકન આપણે પૂરું કર્યું. પણ હજી એક પુનરાવકન કરી લઈએ. "
પહેલાં એશિયા લઈએ. ત્યાં આગળ હિંદુસ્તાન અને ચીનની પ્રાચીન સભ્યતા હજી ચાલુ અને વૃદ્ધિગત દશામાં છે. હિંદની સંસ્કૃતિ મલેશિયા તથા કંબોડિયા સુધી ફેલાઈ હતી અને ત્યાં આગળ તેનાં સુંદર પરિણામે આવ્યાં હતાં. ચીનની સંસ્કૃતિ કોરિયા, જાપાન અને અંશતઃ મલેશિયામાં પ્રસરી હતી. પશ્ચિમ એશિયામાં અરબસ્તાન, સીરિયા, પેલેસ્ટાઈન, મૈસે પોટેમિયા વગેરે દેશોમાં અરબી સંસ્કૃતિ પ્રચાર પામી હતી. ઈરાનમાં પ્રાચીન ઈરાની અને નવી અરબી સંસ્કૃતિનું મિશ્રણ હતું. મધ્ય એશિયાના કેટલાક દેશોએ પણ આ મિશ્ર ઈરાનીઅરબી સંસ્કૃતિ ગ્રહણ કરી હતી. વળી, તેમના ઉપર હિંદુસ્તાન તેમજ ચીનની પણ અસર થઈ હતી. આ બધા દેશમાં સંસ્કૃતિ ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી, વેપાર રોજગાર, વિદ્યા અને કળા વગેરે પણ સારી પેઠે ખીલ્યાં હતાં; વળી ત્યાં આગળ સંખ્યાબંધ મોટાં મેટાં નગર હતાં અને તેમની મશહૂર વિદ્યાપીઠમાં દૂર દૂરથી આકર્ષાઈને વિદ્યાર્થીઓ આવતા હતા. માત્ર મંગેલિયા અને મધ્ય એશિયાના કેટલાક ભાગોમાં તેમજ ઉત્તરે સાઈબેરિયામાં સંસ્કૃતિનું ધેરણ બહુ નીચું હતું. ' હવે યુરેપ તરફ જોઈએ. એશિયાના પ્રગતિમાન દેશોની સરખામણીમાં તે પછાત અને અર્ધ-જંગલી અવસ્થામાં હતો. પુરાણું ગ્રીકરોમન સંસ્કૃતિ એ તે કેવળ પ્રાચીન કાળના એક સ્મરણ જેવી બની ગઈ હતી. વિદ્યાની ત્યાં જરાયે કદર નહોતી, કળાઓનો પણ ત્યાં ઝાઝો પ્રચાર નહેાત અને એશિયાની સરખામણીમાં ત્યાં આગળ વેપાર-રોજગાર પણ બહુ ઓછો હતો. માત્ર બે તેજસ્વી સ્થળો ત્યાં હજી ઝળહળી રહ્યાં હતાં. આરબના અમલ નીચેનું સ્પેન આરબોની મહત્તાના યુગની