________________
જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન
પરંતુ દુનિયાના અંત તે ન આવ્યા અને જેરૂસલેમ ગયેલા હજારો યાત્રાળુને તુ લોકોએ ખૂબ સતાવ્યા અને હેરાન કર્યાં. ગુસ્સે ભરાઈને અને શરમિંદા થઈ ને તે પાછા કર્યાં અને પવિત્ર ભૂમિ ’માં તેમના ઉપર વીતેલાં વીતાની ખબર તેમણે ચોતરફ ફેલાવી. સાધુ પીટર નામના એક પ્રખ્યાત યાત્રાળુ હાથમાં દંડ ધારણ કરીને ઠેકઠેકાણે ઘૂમ્યા અને પોતાના પવિત્ર શહેર જેરૂસલેમને મુસલમાનના પંજામાંથી છેડાવવાની લેાકેામાં હાકલ કરવા લાગ્યો. આ બધું સાંભળીને આખુ ખ્રિસ્તી જગત ક્રોધથી ભભૂકી ઊંચું અને ભારે ઉત્સાહમાં આવી ગયું. આ પરિસ્થિતિ નિહાળીને પાપે એ હિલચાલનું નેતૃત્વ લેવાનો સંકલ્પ કર્યાં.
૧૦
આ જ અરસામાં વિધમી ઓની સામે મદદ કરવા માટેની માગણી કૉન્સ્ટાન્ટિનોપલ તરફથી આવી. આખુ ખ્રિસ્તી જગત રામન તેમજ ગ્રીક — એકત્ર થઈ તે ધસી આવતા તુર્કોંની સામે થતું તે સમયે જણાયું. ૧૦૯૫ની સાલમાં ચર્ચ એટલે કે ખ્રિસ્તી ધર્મતત્રની મોટી સભાએ જેરૂસલેમનું પવિત્ર શહેર મુસલમાનોના હાથમાંથી છેડાવવાને તેમની સામે ક્રૂઝેડ એટલે કે ધર્મયુદ્ધ જગાવવાની ઘેાષણા કરવાના નિય કર્યાં. આ રીતે ક્રૂઝેડ અથવા સ્લામ સામે ખ્રિસ્તી જગતની કે ચાંદ સામે ક્રૂસની લડાઈને આરંભ થયો.
-