________________
૩૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન - પરંતુ તેમની એ કૃતિઓ વધારે પડતી વિગત અને શણગારથી લદાયેલી હતી અને કદી કદી તેમાં કંઈક બીભત્સતા પણ આવી જતી હતી. મૌલિકતા તેમજ ભવ્ય અને ઉદાત્ત કલ્પનાને તેમાં અભાવ હતો. તવંગર તથા સંપન્ન લેકમાં શિષ્ટ લાલિત્ય, કળા અને વૈભવવિલાસ સચવાઈ રહ્યાં હતાં પરંતુ સમગ્ર જનતાની કંગાળિયત તથા હાડમારી ઓછી કરવાનું કે ઉત્પત્તિ વધારવાને કશોયે પ્રયત્ન કરવામાં આવતો નહોતે.
આ બધાં સંસ્કૃતિના સંધ્યાકાળનાં લક્ષણ છે. જ્યારે આ બધું બનવા લાગે છે ત્યારે ખચીત સમજવું કે એ સંસ્કૃતિનું ચેતન હરાવા લાગ્યું છે, કેમકે ચેતન્યનું લક્ષણ સર્જન છે, અનુકરણ કે પુનરાવર્તન નહિ.
હિંદુસ્તાન તેમજ ચીનમાં એ સમયે કંઈક એવી જ ક્રિયા શરૂ થતી જણાય છે. પણ જેજે, મારા કહેવાની મતલબ સમજવામાં તું ભૂલ કરીશ નહિ. મારા કહેવા આશય એ નથી કે એથી કરીને હિંદુસ્તાન અથવા ચીનની હસ્તી નાબૂદ થઈ કે તેઓ જંગલી અવસ્થામાં આવી પડ્યાં. મારા કહેવાનો ભાવાર્થ એટલે જ છે કે, હિંદુસ્તાન તથા ચીનને ભૂતકાળમાં લાધી હતી તે સર્જક શક્તિની પુરાણી પ્રેરણા હવે મંદ અને ક્ષીણ થતી જતી હતી અને તેને નવું ચેતન મળતું નહોતું. બદલાયેલી પરિસ્થિતિ સાથે તે પિતાને સુગ સાધતી નહતી પણ કેવળ પિતાનું ગાડું જેમતેમ કરીને ગબડાવ્યે રાખતી હતી. પ્રત્યેક દેશ અને સંસ્કૃતિની બાબતમાં આવું બને છે. સૌમાં, ભારે સર્જક પુરુષાર્થ તથા પ્રગતિ અને વિકાસના યુગ આવે છે તેમ જ થાક અને સુસ્તીના યુગે પણ આવે છે. હિંદુસ્તાન તેમ જ ચીનમાં એ થાક તથા સુરતીને કાળ આટલે બધે મેડે આવ્યો એ ભારે આશ્ચર્યકારક છે; અને એમ છતાં પણ એ સંપૂર્ણ થાકની સ્થિતિ તે નહતી જ.
ઇસ્લામ માનવી પ્રગતિ માટેની નવી ધગશ પિતાની સાથે હિંદુસ્તાનમાં લાવ્યો. તેણે કંઈક અંશે પષ્ટિક ઓષધની ગરજ સારી. તેણે હિંદુસ્તાનને હચમચાવી મૂક્યું. પરંતુ તેથી જેટલે ફાયદે થે જોઈએ એટલે ન થયો. એનાં બે કારણે છે. હિંદમાં તે ખટે માર્ગે અને પ્રમાણમાં કંઈક મોડે આવ્યો. મહમૂદ ગઝનીએ હિંદુસ્તાન ઉપર ચડાઈ કરી તે પહેલાં સેંકડે વરસ અગાઉ મુસ્લિમ ધર્મપ્રચારકે હિંદભરમાં ફરતા હતા અને સર્વોત્ર તેમનું સ્વાગત થયું હતું. તેઓ શાંતિથી અાવ્યા હતા અને તેમને થોડી સફળતા પણ મળી હતી. તે સમયે