________________
३०२ જગતના ઇતિહાસનું રેખાદર્શન કે તને એ કહેવાની જરૂર નથી કે મારે પક્ષપાત વિજ્ઞાન તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિ તરફ છે.
માનવીની ખોજના આ પ્રશ્નોના આપણે ખાતરીપૂર્વક જવાબ ન આપી શકીએ એ ખરું પરંતુ આપણે એટલું તે જોઈ શકીએ છીએ કે એ ખોજે બે જુદી જુદી દિશાઓ લીધી છે. માણસે પિતાની બહાર તેમજ પિતાની અંદર પિતાની દૃષ્ટિ દોડાવી છે. તેણે પ્રકૃતિને સમજવા પ્રયત્ન કર્યો છે તેમજ પિતાની જાતને – પિતાના આત્માને સમજવા પણ તેણે પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં એ બન્ને એક જ જ છે કેમકે મનુષ્ય પણ પ્રકૃતિનું જ એક અંગ છે. હિંદ તેમજ ગ્રીસના ફિલસૂફ કહી ગયા છે કે, “તું તારી જાતને –– તારા આત્માને ઓળખ”. અને એ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રાચીન કાળના આર્યોએ કરેલા અદ્ભૂત અને લગાતાર પ્રયાસોને પુરાવો આપણને ઉપનિષદોમાંથી મળી આવે છે. બીજું એટલે કે પ્રકૃતિ વિષેનું જ્ઞાન મેળવવું એ વિજ્ઞાનનું ખાસ ક્ષેત્ર છે, અને આધુનિક દુનિયા એમાં થયેલી ભારે પ્રગતિની સાક્ષી છે. આજે તે વિજ્ઞાન પિતાની પાંખ એથી પણ આગળ વિસ્તારી રહ્યું છે. આ બંને પ્રકારની ખોજ તે પિતાને હસ્તક લેતું જાય છે અને તેમને સમન્વય કરી રહ્યું છે. ઉપર નજર કરીને આકાશમાંના અતિશય દૂર પડેલા તારાનું તે આત્મવિશ્વાસથી નિરીક્ષણ કરી રહ્યું છે તેમજ પદાર્થ માત્ર જેના બનેલા છે. તે નિરંતર ગતિમાન અભુત સૂક્ષ્મ વિદ્યુતકણે –- ઇલેકટ્રોન અને પ્રોટીન — વિષે પણ તે આપણને માહિતી આપે છે.
પિતાની આ ખેજની સફરમાં માનવીને તેની બુદ્ધિ ખૂબ આગળ લઈ ગઈ છે. માણસ પ્રકૃતિને જેમ જેમ વધારે સમજતાં શીખે તેમ તેમ તે પિતાના લાભને અર્થે તેને વધારે ને વધારે ઉપગમાં લેતે ગયો અને એ રીતે તેણે વધારે શક્તિ પ્રાપ્ત કરી. પરંતુ કમનસીબે તેને આ નવી શક્તિને હમેશાં સદુપયોગ કરતાં ન આવડવું એટલું જ નહિ પણ ઘણી વાર તે તેણે તેને દુરપયોગ પણ કર્યો. આટલી બધી જહેમત ઉઠાવીને તેણે જે સભ્યતા રચી છે તેને જ નાશ કરવાને તથા પિતાના જ ભાઈની કતલ કરવાને માટે ભીષણ અસ્ત્રશસ્ત્રો તૈયાર કરવા ખાતર જ માનવીએ મુખ્યત્વે કરીને વિજ્ઞાનને પણ ઉપયોગ કર્યો છે.