________________
vis
ઈશુ પછીના પહેલા સહસ્રાબ્દના અંત
૧૧ જૂન, ૧૯૩૨
હવે આપણે જરા થંભી જઈ ને આપણા પ્રવાસને જે તબક્કે આપણે પહોંચ્યાં છીએ તેની આસપાસ નજર કરી લઈ એ. પ્રવાસમાં આપણે કેટલા મા કાપ્યો છે? અત્યારે આપણે કાં આગળ આવીને ઊભાં છીએ ? અને દુનિયા કેવી દેખાય છે ? ચાલા ત્યારે અલાદીનની જાદુઈ શેતરંજી ઉપર બેસીને આપણે તે સમયની દુનિયાના જુદા ખુદા ભાગાની ટૂંકી મુલાકાત લઈએ.
ખ્રિસ્તી સંવતનાં પહેલાં એક હન્તર વરસના પ્રવાસ આપણે પૂરો કર્યો. કટલાક દેશોમાં આપણે એથી કાંઈક આગળ ગયાં છીએ અને કેટલાકમાં આપણે જરાતરા પાછળ રહ્યાં છીએ.
એશિયામાં આપણે ચીનને સુંગ વંશના અમલ નીચે જોઈ એ છીએ. મહાન તાગ વશના અંત આવ્યો હતો અને સંગવશી સમ્રાટને એક તરફ આંતરિક મુશ્કેલીઓને! અને બીજી તરફ ઉત્તરની ખિતાન નામની વિદેશી મર જાતિના હુમલાને સામના કરવા પડતા હતા.
આ બંને મુશ્કેલીઓ સામે દોઢસો વરસ સુધી તે ટકા રહ્યા. પરંતુ આખરે તેઓ નબળા પડવા અને તેમણે ‘ સુવર્ણતાં અથવા કીન નામની બીજી એક મ ર ાંતની સહાય માગી. કીન લેકે તેમની મદદે આવ્યા ખરા પણ પછી ત્યાં ટકી પડ્યા અને બિચારા સંગ રાજાને બીમે ધીમે દક્ષિણ તરફ ખસતા જવું પડયું. ત્યાં આગળ તેમણે દક્ષિણના સુંગ ’ તરીકે બીજા દોઢસા વરસ સુધી રાજ્ય કર્યું. એ સમય દરમ્યાન સુંદરકળા, ચિત્રાળા તેમજ ચીની વાસણા બનાવવાની કળાની ઉન્નતિ થઈ.
+4
તેના ભાગલા પડવાના અને તેમની વચ્ચેના ઝઘડાના યુગ પછી કારિયામાં ૯૩૫ની સાલમાં એકત્ર અને સ્વતંત્ર રાજ્ય સ્થપાયું અને તે લાંબા વખત સુધી એટલે કે લગભગ ૪૫૦ વરસ સુધી ટક્યું. કારિયાએ પોતાની સ ંસ્કૃતિ, કળા તથા રાજપતિ વગેરેમાં ઘણુંખરું ચીન પાસેથી