________________
માનવીની ખેજ રીતે આરંભ કરે છે તથા બીજી બધી વસ્તુઓ પણ તે કેવી રીતે શીખવા માંડે છે. કોઈ નાનકડી બાળા તરફ નજર કર; જે તે તંદુરસ્ત અને ચપળ હશે તે કેટલીયે વસ્તુઓ વિષે તે અનેક સવાલે પૂછશે. ઇતિહાસના ઉષઃકાળ વખતે માનવીની પણ એ જ સ્થિતિ હતી. ત્યારે તે બાલ્યાવસ્થામાં હતા અને દુનિયા તેને માટે નવી તેમ જ ગૂઢ હતી તથા તેનાથી તે ડરતે હતો. એ વખતે, પિતાની આસપાસની પ્રકૃતિને નિહાળીને તેના તરફ તે આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો હશે અને તેણે અનેક સવાલ પૂછ્યા હશે. પરંતુ પિતાની જાત સિવાય તે બીજા કોને સવાલ પૂછી શકે એમ હતું ? તેને જવાબ આપનાર બીજું કોઈ હતું જ નહિ. પરંતુ એ વખતે પણ તેની પાસે એક નાનકડી અદ્ભુત ચીજ હતી. એ ચીજ તે તેનું મન અથવા કહો કે તેની બુદ્ધિ. એની મદદથી અનેક કષ્ટો વેઠીને ધીમે ધીમે તે અનુભવ એકઠે કરતે ગયો અને તેની સહાયથી વધુ ને વધુ શીખતે ગયો. છેક આરંભકાળથી માંડી આજ સુધી માનવીની આ ખોજ આ રીતે અખંડ ચાલ્યાં જ કરી છે. એમ કરતાં કરતાં તેણે ઘણી શોધ કરી પરંતુ હજી તે ઘણુંયે શોધવાનું બાકી છે; અને જેમ જેમ શેધળના માર્ગમાં તે આગળ વધતા જાય છે તેમ તેમ તેની સામે જોધખોળના નવા જ પ્રદેશ ખૂલતા જાય છે અને એ ઉપરથી ખોજની આખરી મજલથી – જે તેની આખરી મજલ હોય તે – તે હજી કેટલે બધે દૂર છે એની તેને પ્રતીતિ થાય છે.
માનવીની ખોજ શી છે અને તે કઈ દિશામાં પ્રયાણ કરી રહ્યો છે? હજારે વરસથી માણસે આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરતા આવ્યા છે. ધર્મ, તત્ત્વજ્ઞાન તથા વિજ્ઞાને એ બાબતમાં ઘણે વિચાર કર્યો છે અને તેના અનેક જવાબ આપ્યા છે. એ જવાબ કહીને તને હું મૂંઝવણમાં નહિ નાખું. વાત એમ છે કે એવા ઘણાખરા જવાબની તે મને પિતાને પણ માહિતી નથી. પરંતુ મુખ્યત્વે કરીને ધમેં એને સંપૂર્ણ અને નિશ્ચયાત્મક જવાબ આપવા પ્રયત્ન કર્યો છે, અને બુદ્ધિની ઝાઝી પરવા ન કરતાં પોતાના નિર્ણનું પરાણે પાલન કરાવવાના પ્રયાસો તેણે અનેક રીતે કર્યા છે. વિજ્ઞાન એ પ્રશ્નોને સાશંક અને અસ્પષ્ટ જવાબ આપે છે કેમકે વિજ્ઞાનને સ્વભાવ જ એ છે કે કોઈ પણ બાબતમાં અફર નિર્ણય ન બાંધી બેસતાં પ્રયોગ કર્યા કરવા, બુદ્ધિ ચલાવ્યા કરવી અને માનવીના મન ઉપર વિશ્વાસ રાખવો.