________________
૫૬
માનવીની બેજ
૧૦ જાન, ૧૯૩૨ ચાર દિવસ ઉપર મેં બરેલી જેલમાંથી તને પત્ર લખ્યો હતો. તે જ દિવસે સાંજે મારે સરસામાન એક કરીને મને જેલ બહાર નીકળવાનું કહેવામાં આવ્યું – છૂટવાને માટે નહિ પણ જેલ બદલીને માટે. આથી બરાબર ચાર માસ સુધી જેમની સાથે હું રહ્યો હતે તે બૅરેકના મારા બધા સાથીઓની મેં વિદાય લીધી તથા જેની સંભાળભરી છાયા નીચે હું આટલા દિવસ રહ્યો હતો તે વીસ ફૂટ ઊંચી મેટી દીવાલ તરફ છેલ્લી નજર કરીને છેડા સમય માટે બહારની દુનિયા નિહાળવા માટે હું નીકળી પડયો. જે બદલીવાળા અમે બે જણ હતા. રખેને અમને કોઈ જોઈ જાય એટલા ખાતર અમને બરેલી સ્ટેશને ન લઈ ગયા. કેમકે, અમે “પડદાનશીન થયા હતા એટલે અમારા ઉપર કોઈની નજર ન પડવી જોઈએ! પચાસ માઈલ દૂર વેરાન પ્રદેશમાં આવેલા એક નાનકડા સ્ટેશન સુધી અમને મેટરમાં બેસાડીને લઈ જવામાં આવ્યા. મોટરની આ સહેલ માટે મેં આભારની લાગણી અનુભવી. કેમકે ઘણ માસના એકાન્તવાસ પછી રાતની ઠંડી તાજી હવાને સ્પર્શ અનુભવ તથા આછા અંધકારમાં છાયારૂપ ભાસતાં વૃક્ષો, મનુષ્ય તથા પ્રાણીઓને બાજુએથી ઝપાટાબંધ પસાર થતાં જેવાં એ આદલાદક હતું.
અમને દહેરાદૂન લઈ જવામાં આવતા હતા. રખેને કઈ નજર રાખનાર અમને જોઈ ય એટલા ખાતર અમારી મુસાફરીની છેવટની મજલે પહોંચીએ તે પહેલાં જ વહેલી સવારે અમને ગાડીમાંથી ઉતારીને મટરમાં અમારે સ્થાને લઈ જવામાં આવ્યા.
એ રીતે દહેરાદૂનની નાનકડી જેલમાં આજે હું બેઠું છું. બરેલી કરતાં આ જગ્યા વધારે સારી છે. અહીં એટલી બધી ગરમી નથી અને બરેલીની પેઠે ૧૧૨ અંશ સુધી ગરમીનું પ્રમાણ વધતું નથી. વળી અહીં આગળ અમારી ફરતેની દીવાલ પણ નીચી છે અને તેની ઉપર થઈને કિયાં કરતાં ઝાડે પણ વધારે હરિયાળાં છે. દીવાલની ટોચની પેલે પાર દૂર આવેલા તાડના ઝાડની ટોચ પણ મને દેખાય છે. એ દશ્ય