________________
માનવીની ખેજ જોઈને મને આનંદ થાય છે તથા મલબાર અને લંકાનું સ્મરણ થાય છે. ઝાડની પેલી બાજુ થોડાક માઈલ ઉપર પર્વતે આવેલા છે અને તેમની ટોચ ઉપર મસૂરી બેઠું છે. હું એ પર્વતે જોઈ શકતા નથી, કેમકે ઝાડે તેમને ઢાંકી દે છે. પરંતુ તેમની પાસે હોવું તથા દૂર આવેલા મસૂરીના રાત્રે ઝબૂકતા દીવાઓની કલ્પના કરવી એ સુખદ અનુભવે છે.
ચાર વરસ – કે પછી ત્રણ? – ઉપર તું મસૂરી હતી ત્યારે મેં તને આ પત્ર લખવા શરૂ કર્યા હતા. એ ત્રણ કે ચાર વરસા દરમ્યાન કેટકેટલા બનાવો બની ગયા, અને તું પણ કેટલી બધી મોટી થઈ ગઈ! કેટલીક વખત ઉપરાછાપરી અને કેટલીક વાર લાંબા ગાળા પછી મેં આ પત્ર લખવા ચાલુ રાખ્યા છે. મોટે ભાગે એ બધા જેલમાંથી લખાયા છે. પરંતુ જેમ જેમ હું વધારે લખતે જાઉં છું તેમ તેમ મારું લખેલું મને વધારે ને વધારે નાપસંદ પડતું જાય છે અને તને આ પત્રમાં રસ ન પડતું હોય એવો મને ડર લાગ્યા કરે છે. વળી એ પત્ર તને બોજારૂપ તે નહિ થતા હોય એવી ભીતિ પણ મને રહ્યા કરે છે. તે પછી મારે એ પત્ર લખવા શાને ચાલુ રાખવા ?
ક્રમે ક્રમે આપણી દુનિયામાં કેવી રીતે ફેરફાર થયા, તેની પ્રગતિ અને વિકાસ કેવી રીતે થયાં તથા કેટલીક વાર દેખીતી રીતે જ તેણે કેવી રીતે પીછેહઠ કરી એને તને ખ્યાલ આવે તથા પુરાણી સંસ્કૃતિઓ કેવી હતી અને ભરતીની પેઠે તે કેવી રીતે ચડી તથા ઓસરી ગઈ એની તને કંઈક ઝાંખી થાય તેમજ વમળે, ભમરીઓ અને પાછાં ઠેલાતાં પાણીવાળી જે ઈતિહાસ-સરિતા યુગયુગાન્તરેથી અખલિત રીતે સતત વહેતી આવી છે અને હજી પણ કોઈ અજ્ઞાત સાગર તરફ ધસી રહી છે, એની તને કંઈક પ્રતીતિ થાય એટલા માટે હું તારી સમક્ષ એક પછી એક ભૂતકાળની તાદશ પ્રતિમાઓ રજૂ કરવા ચહાતે હતે. આરંભકાળમાં, જ્યારે ભાગ્યે જ માણસ કહી શકાય એવી સ્થિતિમાં માનવી હતું ત્યારથી માંડીને આજે તે પિતાના મહાન વિકાસ અને સુધારા માટે કંઈક બેવકૂફીભર્યા અને વ્યર્થ ગૌરવથી રાચે છે ત્યાં સુધીના સમગ્ર માનવવિકાસનો ક્રમે ક્રમે તને પરિચય કરાવવાની મારી ઉમેદ હતી. તને યાદ હશે કે તું મસૂરી હતી ત્યારે આપણે એ જ રીતે શરૂઆત કરી હતી. તે વખતે આપણે અગ્નિ તથા ખેતીની શોધ કેવી રીતે થઈ અને શહેરે કેવી રીતે વસ્યાં તે વિષે તથા માણસે યોજેલી શ્રમવિભાગની પદ્ધતિ વિષે વાત કરી હતી. પરંતુ આગળ જતાં ગયાં તેમ તેમ સામ્રાજ્ય