________________
૨૯૭
શેગુના અમલનું જાપાન તેને આપે. ચીન જડેને તેને નિકટને સંબંધ ચાલુ રહ્યો તેમ જ તેની જોડે વેપાર પણ ચાલુ રહ્યો. આ વેપાર મોટે ભાગે ચીની વહાણો મારફત ચાલત. ૧૩મી સદીના અંતમાં ચીન સાથે બધે વ્યવહાર એકદમ અટકી પડ્યો કેમ કે એ સમયે મંગલ લેકે ચીન તેમ જ કરિયામાં ફરી વળ્યા હતા. એ મંગલ લેકેએ જાપાન જીતી લેવાની પણ કોશિશ કરી પરંતુ તેમને પાછા હઠાવવામાં આવ્યા. આમ યુરોપને ધ્રુજાવનાર અને એશિયાની સૂરત બદલી નાખનાર અંગેની જાપાન ઉપર ખાસ કશી અસર પડી નહિ. જાપાન તે તેની જૂની પદ્ધતિ મુજબ જ પિતાને વ્યવહાર ચલાવતું રહ્યું અને હવે તે બહારની અસરથી પહેલાં કરતાં પણ તે વધારે અળગું થયું.
જાપાનમાં કપાસને છોડ કેવી રીતે દાખલ થયે તેની વાત ત્યાંના જૂના સરકારી હેવાલમાંથી મળી આવે છે. જાપાનના કિનારા પાસે પિતાનું વહાણ ભાંગી જવાથી ૭૯૯ની સાલમાં કેટલાક હિંદીઓ ત્યાં કપાસનાં બી અથવા કપાસિયા લાવ્યા હતા એમ કહેવાય છે.
ચાને છોડ એ પછી ત્યાં આવ્યા. નવમી સદીના આરંભમાં તે છેડ પહેલવહેલે જાપાનમાં દાખલ થયે. પરંતુ તે સમયે ચા ત્યાં બહુ લેકપ્રિય ન થઈ. ૧૧૯૧ની સાલમાં એક બદ્ધ સાધુ ચીનથી ચાનાં બીજ ત્યાં લાવ્યું. આ વખતે તરત જ તે લેકપ્રિય થઈ આ ચા પીવાને ચાલ પડવાથી. માટીનાં સુંદર વાસણોની માગ ત્યાં વધી પડી. તેરમી સદીના છેવટના ભાગમાં જાપાનને એક કુંભાર ચીનાઈ માટીનાં વાસણ બનાવવાની કળા શીખવા ચીન ગયે. ત્યાં તેણે એ કળા શીખવામાં છ વરસ ગાળ્યાં. ત્યાંથી પાછા ફરીને તેણે માટીનાં સુંદર જાપાની વાસણે બનાવવા માંડ્યાં. જાપાનમાં આજે ચા પીવાની રીત એક લલિત કળા બની ગઈ છે. એની આસપાસ શિષ્ટાચારને ભારે વિધિ ઊભું થયું છે. જે તે કદી જાપાન જાય તે તારે વિધિપુર:સર ચા પીવી જોઈશે નહિ તે તને અસંસ્કારી અને કંઈક જંગલી જેવી ગણી કાઢવામાં આવશે !