SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૬ જગતના ઈતિહાસનું રેખાદર્શન રાજકર્તા જ શગુન હતો. આ રીતે જાપાનમાં શગુન અમલને યુગ શરૂ થયો. એ અમલ લગભગ ૭૦૦ વરસ જેટલા લાંબા કાળ સુધી એટલે કે છેક આધુનિક કાળ સુધી ચાલુ રહ્યો. છેવટે અર્વાચીન જાપાન ચૂડલ એટલે કે સામન્ત અથવા ઠકરાતી પ્રથામાંથી બહાર નીકળ્યું ત્યારે જ એ અમલનો અંત આવ્યો. પરંતુ એનો અર્થ એ નથી કે રીતેમના વંશજોએ રોગન તરીકે ૭૦૦ વરસ સુધી રાજ્ય કર્યું. જે કુટુંબમાંથી શગુન થતા હતા તે વખતેવખત બદલાયા કરતાં હતાં. ત્યાં આગળ વારંવાર આંતરયુદ્ધ થતાં પરંતુ નામની જ સત્તા ધરાવતા સમ્રાટને નામે રાજ્ય કરવાની સાચી સત્તા ધરાવનાર શગુનની પ્રથા લાંબા કાળ સુધી ચાલુ રહી. કેટલીક વાર એમ પણ બનતું કે શગુન પણ નામને જ રાજકર્તા બની જતે અને બધી સત્તા રાજાના કેટલાક અમલદારોના હાથમાં આવી પડતી. રીતે રાજધાની ક્યોટોનાં વૈભવવિલાસના વાતાવરણમાં રહેતાં ડરતે હતો. તેને એમ લાગતું હતું કે આસાએશભર્યું જીવન તેને તેમ જ તેના વંશજોને નમાલા બનાવી દેશે. આથી કામાકુરામાં તેણે પિતાની લશ્કરી રાજધાની સ્થાપી. એથી કરીને આ પ્રથમ ગુનશાસન “કામાકુરા શગુનશાસન” કહેવાય છે. એને અમલ ૧૩૩૩ની સાલ સુધી એટલે કે લગભગ દસે વરસ સુધી ટક્યો. આ આખા સમય દરમ્યાન જાપાનમાં મેટે ભાગે સુલેહશાંતિ હતી. ઘણાં વરસેના આંતરયુદ્ધ પછી આવેલ શાંતિનો કાળ બહુ આવકારપાત્ર હતો. આથી હવે જાપાનમાં સમૃદ્ધિને યુગ શરૂ થયો. આ યુગ દરમ્યાન જાપાનની સ્થિતિ ઘણી જ સારી હતી અને તત્કાલીન યુરોપના કોઈ પણ દેશ કરતાં તેનું રાજ્યતંત્ર પણ વધારે અસરકારક અને કાર્યકુશળ હતું. જાપાન ચીનનું યોગ્ય શિષ્ય હતું. જો કે તે બંનેની દૃષ્ટિમાં અતિશય ફરક હતો. તને આગળ ઉપર કહ્યું છે તેમ ચીન પ્રકૃતિથી જ શાંતિપ્રિય અને સૌમ્ય દેશ હતા. જ્યારે જાપાન રામ અને લશ્કરી દેશ હતે. ચીનમાં લશ્કરી માણસને હલકે ગણવામાં આવતા અને સૈનિકો ધંધે પ્રતિષ્ઠિત ગણુ નહિ. જાપાનમાં આગળ પડતા માણસે સૈનિકે હતા અને દાઈ અથવા લડાયક સરદાર એ ત્યાંને આદર્શ હતે. આમ જાપાને ચીન પાસેથી ઘણું ગ્રહણ કર્યું પરંતુ તે તેણે પિતાની રીતે લીધું અને પિતાની પ્રકૃતિને અનુકૂળ આવે તે આકાર
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy