________________
ચીન ગોપ જાતિઓને પશ્ચિમ તરફ ધકેલે છે ૨૮૯ મેખરે હતું. તે સમયની જાણીતી દુનિયામાં એમ હું એટલા માટે કહું છું કે અમેરિકામાં તે સમયે શું બની રહ્યું હતું એની મને ખબર નથી. એને વિષે આપણે એટલું જ જાણીએ છીએ છે મેકિસકો, પેપર અને તેની આસપાસના પ્રદેશમાં કેટલીયે સદીઓથી સંસ્કૃતિ મેજૂદ હતી. કેટલીક બાબતોમાં ત્યાંના લેકેએ આશ્ચર્યકારક પ્રગતિ સાધી હતી, તેમ જ કેટલીક બાબતમાં તેઓ એટલા જ પાછળ હતા. પરંતુ એમને વિષે મને એટલી ઓછી માહિતી છે કે એ બાબતમાં વધારે કહેવાની મારી હિંમત ચાલતી નથી. એમ છતાં પણ કિસકો અને મધ્ય અમેરિકાની “માયા સંસ્કૃતિ તથા “ઈકાઓનું પેરનું રાજ્ય તું લક્ષમાં રાખે એમ હું ઈચ્છું છું. એ વિષે મારા કરતાં વધારે જાણનારાઓ કદાચ તને એને અંગે જાણવા જેવી માહિતી આપશે. સાચે જ તેમના ઉપર હું ખૂબ મુગ્ધ છું; પરંતુ તેમને વિષેનું મારું અજ્ઞાન પણ મારી એ મુગ્ધતા જેટલું જ છે.
બીજી એક વાત તું લક્ષમાં રાખે એમ હું ઈચ્છું છું. આ પત્રોમાં આપણે જોઈ ગયાં કે મધ્ય એશિયામાં અનેક ગેપ જાતિઓ પેદા થઈ અને તેમાંની કેટલીક પશ્ચિમમાં યુરોપ તરફ ગઈ અને કેટલીક હિંદુસ્તાન તરફ ઊતરી આવી. દૂણ, સીથિયન, તુક તથા એવી બીજી ઘણી જાતિઓ એક પછી એક નીકળીને દરિયાનાં મજાની પેઠે આગળ વધી. હિંદમાં આવેલા શ્વેત દૂ તથા યુરેપ ગયેલા એટીલાના દૂણો તને યાદ હશે. બગદાદના સામ્રાજ્યને કબજે લેનારા સેજુક તકે પણ મધ્ય એશિયામાંથી આવ્યા હતા. એ પછીથી તુર્ક લેકની એક બીજી જાતિ આવનાર હતી. તે ઓટોમન કે ઉસ્માની તુર્કને નામે ઓળખાય છે. એ લેકે આવીને આખરે કન્ઝાન્ટિનોપલને જીતી લે છે અને છેક વિયેનાના કોટની દીવાલ સુધી પહોંચી જાય છે. એ જ મધ્ય એશિયા અથવા મંગોલિયામાંથી ભીષણ મંગેલ લેકે પણ આવવાના હતા. આવીને તેઓ યુરોપના મધ્ય ભાગ સુધીને પ્રદેશ જીતી લે છે અને ચીન ઉપર પણ પિતાની રાજસત્તા જમાવે છે. વળી તેમનો એક વંશજ આગળ ઉપર હિંદમાં પિતાને રાજવંશ અને સામ્રાજ્ય સ્થાપનાર હતું તથા તેના વંશમાં મશહૂર રાજકર્તાઓ પેદા થવાના હતા.
મધ્ય એશિયા અને મંગેલિયાની આ ગોપ જાતિઓ સામે ચીનને નિરંતર લડ્યા જ કરવું પડયું; અથવા આ ગોપ જાતિઓ ચીનને
1-12