________________
-
૫૪ ચીન ગેપ જાતિઓને પશ્ચિમ તરફ ધકેલે છે
૫ જૂન, ૧૯૭ર મને લાગે છે કે લગભગ એક માસ જેટલા લાંબા સમયથી મેં તને ચીન કે પૂર્વ તરફના દેશે વિષે લખ્યું નથી. આપણે યુરેપ, હિંદુસ્તાન અને પશ્ચિમ એશિયામાં થયેલા અનેક ફેરફારની ચર્ચા કરી;
આરબ લેકેને દુનિયામાં ફેલાતા અને અનેક દેશ છતતા પણ જોયા તથા યુરોપને અંધકારમાં ડૂબતા અને તેમાંથી બહાર નીકળવાને મથત પણ નિહાળે. એ સમય દરમ્યાન ચીન આગળ વધી રહ્યું હતું – કહો કે સારી પેઠે આગળ વધી રહ્યું હતું. સાતમી અને આઠમી સદીમાં તંગ વંશના સમ્રાટોના અમલ દરમ્યાન ચીન ઘણું કરીને દુનિયામાં સૌથી સંસ્કારી, સમૃદ્ધ તથા ઉત્તમ રીતે શાસિત દેશ હતે. યુરેપની તે એની જોડે તુલના કરી શકાય એમ છે જ નહિ, કેમકે રેમના પતન પછી તે બહુ પાછળ પડી ગયું હતું. એ કાળ દરમ્યાન મોટે ભાગે ઉત્તર હિંદમાં પણ વળતાં પાણી હતાં. હર્ષ જેવાના અમલ દરમ્યાન તેની ચઢતી કળા હતી એ ખરું પરંતુ એકંદરે તેની પડતી દશા બેઠી હતી. ઉત્તર કરતાં દક્ષિણ હિંદ બેશક વધારે સમર્થ હતું અને સમુદ્રની પેલી પાર અંગકેસર અને શ્રીવિજય જેવાં તેનાં સંસ્થાને તેમની મહત્તાના યુગની સમીપ આવી ઊભાં હતાં. એ સમયે અમુક બાબતમાં ચીન સાથે બબરી કરી શકે એવાં સ્પેન તથા બગદાદનાં બે આરબ રાજ્ય હતાં. પરંતુ એ બંને પણ તેમની ઉન્નતિની પરાકાષ્ટાએ પ્રમાણમાં થોડા સમય માટે જ રહ્યાં. પરંતુ એ વાત જાણવા જેવી છે કે, ગાદી ઉપરથી હાંકી કાઢવામાં આવેલા તંગ વંશના એક સમ્રાટે આરબ લોકોની મદદ યાચી હતી અને તેમની મદદ વડે જ તેણે પિતાની સત્તા પાછી મેળવી હતી. - આમ સંસ્કૃતિની બાબતમાં ચીન એ સમયે સૌથી આગળ હતું અને તે સમયના યુરોપના લેકેને તે અર્ધ-જંગલી ગણે તે અનુચિત ન ગણાય એવી સ્થિતિમાં હતું. તે સમયની જાણીતી દુનિયામાં તે સૌથી