________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન નિરંતર તકલીફ આપ્યા કરતી અને તેને હરહમેશ તેમની સામે પિતાને બચાવ કરવાની ફરજ પડતી એમ કહેવું વધારે સાચું છે. આ જાતિઓથી પિતાનું રક્ષણ કરવાને માટે જ ચીનની મહાન દીવાલ બાંધવામાં આવી હતી. એથી કંઈક ફાયદો થયે એમાં શંકા નથી, પરંતુ હુમલાઓની સામે એ બહુ મામૂલી રક્ષણ હતું. ચીનના એક પછી એક સમ્રાટને આ ગોપ જાતિઓને હાંકી કાઢવી પડતી અને એ રીતે તેમને હાંતાં હાંકતાં મેં તને કહ્યું હતું તેમ ચીનનું સામ્રાજ્ય પશ્ચિમમાં છેક કાસ્પિયન સમુદ્ર સુધી વિસ્તર્યું. ચીના લેકેને સામ્રાજ્યવાદની વધારે પડતી ર૮ નહેતી. તેના કેટલાક સમ્રાટી સામ્રાજ્યવાદી હતા તથા તેઓ મુલકે જીતવાની મહત્વાકાંક્ષા સેવતા હતા એમાં શંકા નથી. પરંતુ બીજી પ્રજાઓને મુકાબલે ચીન લેકે શાંતિપ્રિય હતા અને યુદ્ધ તથા મુલકે જીતવાને તેમને રસ નહોતો. ચીનમાં દ્ધા કરતાં વિદ્વાનનું માન તથા પ્રતિષ્ઠા વધારે હતાં. આમ છતાં પણ કેટલીક વખત ચીની સામ્રાજ્યને વિસ્તાર અતશય વધી ગયે તેનું કારણે ઉત્તર તથા પશ્ચિમ તરફની ગેપ જાતિઓ નિરંતર તેને પજવ્યા કરતી અને તેના ઉપર વારંવાર હુમલા કર્યા કરતી તે હતું. તેમના ત્રાસમાંથી કાયમને માટે મુક્ત થવા માટે બળવાન સમ્રાટ પશ્ચિમમાં દૂર સુધી તેમને હાંકી કાઢતા. એને કાયમી ઉકેલ તે તેઓ ન શોધી શક્યા પરંતુ એથી કંઈક અંશે તે તેમને રાહત મળતી ખરી.
પરંતુ બીજા દેશે અને બીજી પ્રજાઓને ભોગે ચિના લોકોને આ રાહત મળતી હતી. કેમકે ચીન લેકેએ હાંકી કાઢેલી ગેપ જાતિઓ બીજા મુલકમાં જઈને ત્યાં આક્રમણ કરતી હતી. એ જાતિઓ હિંદમાં આવી તેમજ વારંવાર યુરોપમાં પણ પહોંચી. પિતાના સામ્રાજ્યમાંથી ધકેલી કાઢીને ચીનના હન સમ્રાટોએ દૂણ, તાર તથા અન્ય ગોપ જાતિઓને બીજા દેશમાં મોકલી આપી; તંગ વંશના સમ્રાટોએ તુર્ક લેકને યુરોપ મેકલી આપ્યા.
- ચીના લેકે અત્યાર સુધી તે આ ગેપ જતિઓથી પિતાનું રક્ષણ કરવામાં મોટે ભાગે સફળ થયા હતા. પરંતુ હવે આપણે એવા જમાનામાં આવીએ છીએ કે જ્યારે એ બાબતમાં તેમને એટલી સફળતા મળી નહતી.
- સર્વત્ર બધા જ રાજવંશેની બાબતમાં હમેશાં બને છે તેમ તંગ વંશમાં તેના અંતના અરસામાં ઉત્તરોત્તર વધારે ને વધારે નમાલા રાજાઓ