________________
૧૫
ઇતિહાસને બેધ પ્રગતિમાં આપણે પણ કિંચિત ફાળો આપી રહ્યાં છીએ એ આનંદ આપણે લઈ શકીએ.
દરમ્યાન તું આનંદભવનમાં અને મા મલાકા જેલમાં બેઠી છે અને હું અહીં નૈની જેલમાં છું. કેટલીક વાર આપણને એકબીજાની ખેટ અતિશય સાલે છે, નહિ વા? પરંતુ આપણે ત્રણે જણું એકઠાં થઈશું એ દિવસને વિચાર કરતી રહેજે. હું તે એ દિવસની રાહ જેતે રહીશ અને એ વિચાર મારી ગ્લાનિ દૂર કરી મારા હૃદયને પ્રફુલ્લિત કરશે.