________________
ઈન્કિલાબ ઝિંદાબાદ
૭ જાન્યુઆરી, ૧૯૩૧ | પ્રિયદર્શિની – દર્શને પ્રિય, પણ જ્યારે દર્શન દુર્લભ હોય ત્યારે અધિકતર પ્રિય! આજે હું તને પત્ર લખવા બેઠે છું ત્યાં દૂરથી સંભળાતી મેઘગર્જના જેવા ગંભીર અવાજે મારે કાને અથડાય છે. એ અવાજે શાના હશે એ હું પ્રથમ તે ન કળી શક્યો. પણ તેમને રણકે પરિચિત હતા અને મારા અંતરમાં તેમને પ્રતિધ્વનિ ઊતે જણાય. ધીરે ધીરે તે અવાજો નજીક આવતા લાગ્યા, તેમને ધ્વનિ વધતે જાતે જણ અને પળવારમાં તે તે શાના અવાજે છે તેની શંકા ન રહી.
ઈન્કિલાબ ઝિંદાબાદ !” “ઈન્કિલાબ ઝિંદાબાદ ! ના જેમભર્યા પિકારથી આખી જેલ ગાજી ઊઠી, અને એ સાંભળીને અમે બધા રાજી થયા. જેલ બહાર અમારી સમીપ આપણી લડતને જયશેષ પુકારનાર એ લેક નગરવાસી સ્ત્રીપુરુષ હતાં કે પછી ગામડાના ખેડૂત હતા તેની મને ખબર નથી. વળી એ પિકારો પ્રસંગ નિમિત્તે હતા એની પણ મને આજે ખબર નથી. પરંતુ, એ પિકાર કરનારાઓ ચાહે તે છે, તેમણે અમને પ્રત્સાહિત કર્યા અને અમે અમારી બધી શુભેચ્છાઓ સહિત તેમના અભિનંદનનો મૂક જવાબ વાળે.
પણ “ઈન્કિલાબ ઝિંદાબાદને પિકાર આપણે શા માટે કરીએ છીએ? આપણે કાંતિ અને પરિવર્તન શા માટે માગીએ છીએ ? અલબત, હિંદ આજે ભારે પરિવર્તન માગી રહ્યું છે. પરંતુ આપણે બધાં ચાહીએ છીએ એ ભારે પરિવર્તન થયા પછી અને હિંદ આઝાદ થયા પછી પણ આપણે હાથપગ જોડીને આરામથી બેસી શકીએ નહિ. જગતની કોઈ પણ સજીવ વસ્તુ અપરિવર્તનશીલ કે સ્થિર રહી શકતી જ નથી. પ્રકૃતિમાત્ર રોજ રજ અને ક્ષણે ક્ષણે બદલાતી રહે છે; માત્ર નિર્જીવ વસ્તુઓ જ વિકાસ પામતી નથી અને નિગ્રેષ્ટ પડી રહે છે. તાજું પાણી તે વહેતું જ ભલું; આપણે તેને રોકી રાખીએ તે તે બંધિયાર થઈને દુર્ગંધ મારે છે. વ્યક્તિ અને પ્રજાના જીવનનું પણ