________________
૧૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન કીડીનું જીવન વગેરે પુસ્તક વાંચ્યાં છે. એ જંતુઓની સામાજિક વ્યવસ્થા અને સંગઠન જોઈને તને તાજુબી થઈ હશે. આ જંતુઓને આપણે સૌથી હલકી કેટીના છ માનીએ છીએ અને તેમને તુચ્છ ગણી કાઢીએ છીએ. પરંતુ આ જતુઓ સમૂહના હિતને ખાતર સહકાર અને બલિદાનની કળા મનુષ્ય કરતાં વધારે સારી રીતે શીખ્યાં છે. ઊધઈ વિષે તથા પિતાના સજાતી માટે તેના ત્યાગ વિષે મેં વાંચ્યું ત્યારથી એ જંતુ પ્રત્યે મારા મનમાં આદર પેદા થયે છે. સમાજના હિતને અર્થે પરસ્પર સહકાર અને પિતાનું બલિદાન એ જે સંસ્કૃતિની કસોટી હોય તે આપણે કહી શકીએ કે ઊધઈ અને કીડી એ રીતે માણસથી ચડિયાતાં છે. આપણા એક પુરાણા સંસ્કૃત ગ્રંથમાં એક શ્લેક છે:
त्यजेदेकं कुलस्यार्थे प्रामस्यार्थे कुलं त्यजेत् ।।
प्रामं जनपदस्यार्थे ह्यात्मार्थे पृथिवीं त्यजेत् ॥ એને ભાવાર્થ આ છેઃ કુટુંબને ખાતર વ્યક્તિને, ગામને ખાતર કુટુંબને, દેશને ખાતર ગામને અને આત્માને ખાતર સમગ્ર જગતને ત્યાગ કરવો જોઈએ. આત્મા શી વસ્તુ છે એનું બહુ થોડા માણસને જ્ઞાન હોય છે. દરેક જણ એને પિતપતાને જુદો જુદો અર્થ કરે છે. પરંતુ આ સંસ્કૃત શ્લેક જે બોધ આપે છે તે વિશાળ હિતને ખાતર બલિદાન આપવા અને સાહાચવૃત્તિથી જીવવાને જ બોધ છે. આપણે હિંદના લેકે લાંબા સમય સુધી સાચી મહત્તા પ્રાપ્ત કરવાને આ રાજમાર્ગ ભૂલ્યા હતા તેથી આપણી અધોગતિ થઈ છે. પરંતુ ફરીથી આપણને એ વસ્તુની ઝાંખી થવા લાગી છે અને આખો દેશ જાગ્રત થઈ ગયું છે. પુરુષ અને સ્ત્રીઓ તથા છોકરા છોકરીઓ કઈ પણ પ્રકારનાં કષ્ટ કે દુઃખની પરવા કર્યા વિના હિંદની ઉન્નતિને માટે હસતે
એ આગેકૂચ કરતાં આજે જોવા મળે છે એ કેટલું અદ્ભુત છે ! આમ એ બધાં ખુશ થાય અને હરખાય એ બરાબર છે, કારણ કે મહાન ધ્યેયની સિદ્ધિમાં ફાળો આપવાને આનંદ તેમને લાધ્યો છે. બલિદાનને આનંદ તે ભાગ્યશાળીએ જ માણે છે. આજે આપણે હિંદને આઝાદ કરવાને મથી રહ્યાં છીએ. એ ઉદાત્ત ધ્યેય છે, પરંતુ સમગ્ર મનુષ્યજાતનું હિત એ તેથીયે વધારે ઉદાત્ત ધ્યેય છે. આપણી લડત એ દુઃખ અને યાતનાઓને અંત આણવાની મનુષ્યજાતની મહાન લડતને જ એક ભાગ છે એમ આપણે માનીએ છીએ એટલે દુનિયાની