________________
ર૧૬ જગતના ઈતિહાસનું રેખાદર્શન
હ્યુએનસાંગના પુસ્તકમાં એક રમૂજી વાત છે તે જાણીને તને આનંદ થશે. તે જણાવે છે કે હિંદુસ્તાનમાં કઈ માણસ માંદો પડે તે તે સાત દિવસના ઉપવાસ કરતે. ઘણાખરા માણસો આ ઉપવાસ દરમ્યાન સાજા થઈ જતા. પરંતુ ઉપવાસ પછી પણ માંદગી ચાલુ રહે. તે તેઓ દવાદારૂ લેતા. તે સમયે માંદગી બહુ લોકપ્રિય નહિ હોય અને વૈદ દાક્તરોની પણ બહુ માંગ નહિ હોય!
તે સમયે હિંદની એક નોંધપાત્ર ખાસિયત એ હતી કે રાજકર્તાઓ અને લશ્કરી અમલદારે સંસ્કારી તથા વિદ્વાન પુરુષોનું ભારે સન્માન કરતા.
હિંદુસ્તાન તેમજ ચીનમાં પશુબળ કે ધનદેલતનું નહિ પણ વિદ્યા અને સંસ્કારનું બહુમાન કરવાના ઈરાદાપૂર્વક પ્રયત્નો કરવામાં આવતા હતા અને તેમાં સારી પેઠે સફળતા પણ મળી હતી. - હિંદમાં ઘણાં વર્ષો ગાળ્યા પછી હ્યુએનત્સાંગે ઉત્તરના પર્વત ઓળંગીને પિતાના વતનમાં જવાને પ્રવાસ આરંભે. સિંધુ નદી ઓળંગતાં તે ડૂબતાં ડૂબતાં માંડ બચ્યો અને તેના ઘણાખરા કીમતી હસ્તલિખિત ગ્રંથ તણાઈ ગયા. આમ છતાં પણ તે ઘણી હસ્તલિખિત પ્રતે લઈ જઈ શક્યો. એ ગ્રંથનો ચીની ભાષામાં અનુવાદ કરવામાં તે ઘણાં વરસ સુધી મંડ્યો રહ્યો. ચીન પાછો ફર્યો ત્યારે તંગ સમ્રાટે સી-આનમાં તેનું ભારે ઉમળકાથી સ્વાગત કર્યું અને તેણે જ તેની પાસે તેના પ્રવાસનું વર્ણન લખાવ્યું.
એનત્સાંગ મધ્ય એશિયામાં તેને મળેલા તુક લોકે વિષે પણ આપણને માહિતી આપે છે. આ નવી જાતિ પછીનાં વરસમાં પશ્ચિમ તરફ જઈને ત્યાંનાં ઘણાં રાજ્યને ઊથલાવી નાખવાની હતી. તે લખે છે કે મધ્ય એશિયામાં ઠેકઠેકાણે બૌદ્ધ મઠે હતા. સાચે જ તે સમયે ઈરાન, ઈરાક અથવા મેસેમિયા, ખોરાસાન અને મેસલ એમ છેક સીરિયાની સરહદ સુધી બધે બૌદ્ધ મઠ હતા. ઈરાનના લેકે વિષે હૂએનત્સાંગ કહે છે કે, “તેઓ વિદ્યાની બાબતમાં બેપરવા છે પરંતુ કળાની વસ્તુઓ નિર્માણ કરવામાં હમેશાં મશગૂલ રહે છે. તેઓ જે કંઈ વસ્તુઓ બનાવે છે તેની પડેશન દેશે ભારે કદર કરે છે.”
તે સમયના પ્રવાસીઓ સાચે જ અદ્ભુત હતા! આફ્રિકાનાં ઊંડાણના પ્રદેશની કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની મુસાફરી અસલના વખતની આ પ્રચંડ મુસાફરીઓ આગળ ક્ષુલ્લક લાગે છે.