________________
હર્ષવર્ધન અને હ્યુએનત્સાંગ
૨૧૫ લો કે અભ્યાસ ચાલુ રાખી શકતા નહિ હોય. પરંતુ પ્રાથમિક કેળવણી ઘણું વ્યાપક પ્રમાણમાં ચાલુ હશે એમ જણાય છે. કેમકે બધા જ ભિક્ષુઓ અને પુરોહિતે એ કાર્ય કરતા અને તેમની સંખ્યા સારા પ્રમાણમાં હતી. હ્યુએનત્સાંગ હિંદીઓને વિદ્યા પ્રેમ જોઈને છક થઈ ગયા હતા અને પિતાના આખા પુસ્તકમાં ઠેકઠેકાણે તેણે એને ઉલ્લેખ
- હ્યુએનત્સાંગ પ્રયાગના કુંભમેળાને હેવાલ પણ આપણને આપે છે.
જ્યારે તું ફરીથી એ મેળે જુએ ત્યારે તેરસે વરસ ઉપર હ્યુએનત્સાંગે એની મુલાકાત લીધી હતી તેનું સ્મરણ કરજે. તે સમયે પણ એ મેળો બહુ પ્રાચીન ગણાતું હતું અને છેક વેદકાળથી તે ચાલ્યો આવતે. હતો એ વાત લક્ષમાં રાખજે. આ પ્રાચીન મેળાની સરખામણીમાં આપણું અલ્લાહાબાદ શહેર તે ગઈ કાલનું જ ગણાય. ચારસો વરસથીયે ઓછા સમય ઉપર અકબરે એ વસાવ્યું હતું. પ્રયાગ એનાથી ઘણું પુરાણું છે પરંતુ આ મેળાનું આકર્ષણ તે એથીયે પ્રાચીન છે અને હજારો વર્ષથી પ્રતિવર્ષ લાખો યાત્રીઓને ગંગાજમનાના સંગમ આગળ તે ખેંચી લાવે છે.
પિતે બદ્ધધમ હોવા છતાં આ વિશિષ્ટ પ્રકારના હિંદુ ઉત્સવમાં હર્ષ જતો હતે એમ હ્યુએનત્સાંગ જણાવે છે. પિતાના તરફથી રાજાજ્ઞા બહાર પાડીને તે “પંચ સિંધુ” પ્રદેશના તમામ ગરીબ અને નિરાધાર લોકોને ત્યાં આવવા અને મેળામાં પિતાના અતિથિ બનવાને નેતરતે. એક સમ્રાટ માટે પણ આ આમંત્રણ બહુ ભારે કહેવાય. કહેવાની જરૂર નથી કે આ આમંત્રણને માન આપીને સંખ્યાબંધ લોકો ત્યાં આવતા. અને એમ કહેવામાં આવે છે કે દરરોજ એક લાખ માણસે સમ્રાટના અતિથિ તરીકે ભજન કરતા! દર પાંચ વર્ષે હર્ષ પિતાના ખજાનામાં વધેલી સંપત્તિ આ મેળામાં વહેંચી દેતે. સેનું, જરઝવેરાત, રેશમ વગેરે જે કંઈ તેની પાસે હોય તે બધું તે આમ આપી દેત. આ રીતે પિતાને મુગટ અને કીમતી પિશાક પણ તેણે આપી દીધાં અને વપરાઈને જીર્ણ થઈ ગયેલું વસ્ત્ર પિતાની બહેન રાજશ્રી પાસેથી લઈને તેણે પહેર્યું.
પોતે ભાવિક બ્રાદ્ધ હવાથી હર્ષ ખેરાક માટે થતી પશુહિંસા અટકાવી. આની સામે બ્રાહ્મણોએ બહુ વાંધો ન ઉઠાવ્યો કેમકે બુદ્ધના આગમન પછી તેઓ વધારે ને વધારે શાકાહારી થતા જતા હતા.