________________
હર્ષવર્ધન અને હ્યુએનત્સાંગ
૨૧૭ પિતાના મિત્ર અને સગાંવહાલાંઓથી તદ્દન વિખૂટા પડીને પર્વત અને રણે ઓળંગતા વર્ષોનાં વર્ષો સુધી તેઓ આગળને આગળ ચાલ્યા કરતા. બનવાજોગ છે કે કઈ કઈ વાર તેમને વતન સાંભરી આવતું હશે પરંતુ ભાગ્યે જ તેઓ પિતાની એ લાગણીને બહાર પડવા દેતા હશે. કેમકે એમ કરતાં તેમનું આત્મગૌરવ હણાય. પરંતુ દૂર દેશમાં ઊભા રહીને પોતાના વતન માટે તરસતા એક એવા પ્રવાસીઓ આપણને પિતાના મનની ઝાંખી કરવા દીધી છે. તેનું નામ સુંગયુ હતું અને તે હ્યુએનત્સાંગ પહેલાં ૧૦૦ વરસ ઉપર હિંદ આવ્યો હતે. હિંદની વાયવ્યમાં આવેલા ગન્ધારના પહાડી મુલકમાંથી તે કહે છે, “હવાને ગતિમાન કરતી વાયુની મૃદુ લહરી, પક્ષીનાં ગીતે, વસંતની વનશ્રીથી શોભાયમાન વૃક્ષો, અસંખ્ય ફૂલે ઉપર ઊડતાં પતંગિયાઓ,
– એક દૂરના દેશમાં આ મનોહર દશ્ય નીરખીને સુગ-યુનને પિતાના વતનના વિચાર આવ્યા અને તે એટલે બધા ગમગીન થઈ ગયા કે એથી કરીને ભારે બીમારીમાં પટકાઈ પડ્યો !”