________________
२०६ જગતના ઈતિહાસનું રેખાદર્શન વર્તાવ દાખવ્યું છે. આથી જાપાનના પહેલા ઐતિહાસિક રાજકર્તાનું નામ જિંગે હેય એ કેતુકભરેલી વાત છે.
યામાએ કોરિયા સાથે ગાઢ સંબંધ રાખ્યા હતા અને કરિયા મારફતે જ ચીની સંસ્કૃતિ ત્યાં પહોંચી હતી. ચીનની લિખિત ભાષા પણ ૪૦૦ ની સાલના અરસામાં કેરિયા મારફતે ત્યાં આવી હતી. એ જ રીતે બોદ્ધ ધર્મ પણ ત્યાં આવ્યા. પ૫ર ની સાલમાં પકચે (કોરિયાના ત્રણ રાજ્યોમાંનું એક રાજ્યોના રાજાએ બુદ્ધની સુવર્ણની
મૂર્તિ યામાતેના રાજા ઉપર મેકલી હતી તથા તેની સાથે તેણે છેડા બિદ્ધ ધર્મપ્રચારક અને ધર્મગ્રંથે પણ મેકલ્યા હતા.
જાપાનને અસલ ધર્મ શિન્ટ હતા. શિન્ટ એ ચીની ભાષાને શબ્દ છે અને “દેને માર્ગ' એ એને અર્થ થાય છે. એ ધર્મમાં પ્રકૃતિપૂજા અને પૂર્વજોની પૂજાનું મિશ્રણ હતું. એ ધર્મે ભાવિ જીવન તથા બીજા ગહન પ્રશ્નો અને સમસ્યાઓની બાબતમાં ઊંડા ઊતરવાની બહુ તકલીફ નથી લીધી. એ તે લડાયક જાતિને ધર્મ હતે. જાપાની લેકે ચીનાઓની આટલા બધા નજીક છે અને પિતાની સભ્યતાની બાબતમાં ચીનના આટલા બધા ઋણી છે છતાં પ્રકૃતિથી તેઓ ચીનાઓથી તદન ભિન્ન છે. ચીના લેકે પ્રકૃતિથી જ પહેલાં પણ શાંતિપ્રિય હતા અને આજે પણ છે. તેમની આખી સંસ્કૃતિ અને જીવનફિલસૂફી શાંતિપ્રિય છે. એથી ઊલટું જાપાનીએ પહેલાં પણ લડાયક પ્રજા હતા અને આજે પણ છે. પિતાને સરદાર અને સાથીઓ પ્રત્યે વફાદારી એ સૈનિકને પ્રધાન ગુણ છે. જાપાની લેકેમાં આ ગુણ હતા અને આજે પણ છે. તેમનું સામર્થ્ય ઘણે અંશે આ ગુણને આભારી છે. શિન્ટો ધમે તેમને આ ગુણ શીખવ્યો છેઃ “દેવેનું સન્માન કરો અને તેમના વંશજોને વફાદાર રહે. એથી કરીને શિન્ટો ધર્મ પણ દ્ધ ધર્મની સાથે હજી સુધી જાપાનમાં ટકી રહ્યો છે.
પરંતુ ખરેખર આ સગુણ છે ખરે ? પિતાના સાથીઓને અને ધ્યેયને વફાદાર રહેવું એ સગુણ છે એમાં શંકા નથી. પરંતુ શિન્ટ તેમજ બીજા ધર્મોએ ઘણીવાર લેકે ઉપર રાજ્ય કરનાર વર્ગને લાભ થાય એ રીતે લેકેની વફાદારીની ભાવનાને ગેરલાભ લેવાનો પ્રયત્ન કર્યો છે. જાપાનમાં, રેમમાં તેમજ બીજે ઠેકાણે પણ તેમણે જનતાને સત્તાની પૂજા કરવાનું શીખવ્યું છે અને એથી કરીને આપણને કેટલું બધું નુકસાન થયું છે તે તું આગળ ઉપર જેશે.