________________
ચાસેન અને દાઈ નિષ્પન
૨૦૫
સત્તા છે. એ પછી તેમણે એના ઉપરથી પોતાની માતૃભાષાને અનુકૂળ એવી મૂળાક્ષરોની લિપી ઉપજાવી કાઢી.
વળી ત્યાં આગળ ૌદ્ધ ધર્મ અને કન્ફ્યુશિયસનું તત્ત્વજ્ઞાન પણ ચીન મારફતે જ આવ્યાં. હિંદની કળાવિષયક અસર પણ ચીન થઈ તે કારિયા અને જાપાન પહેાંચી. કારિયાએ કળાના ખાસ કરીને મૂર્તિવિધાનની કળાના અપ્રતિમ નમૂના નિર્માણ કર્યાં છે. તેનુ સ્થાપત્ય પણ ચીનના સ્થાપત્યને મળતું આવતુ હતુ. વહાણા બાંધવાના હુન્નરમાં પણ ત્યાં ભારે પ્રગતિ થઈ હતી. સાચે જ, એક સમયે કારિયાની પ્રજા પાસે બળવાન નાકાદળ હતું અને તેની મદદથી તેમણે જાપાન ઉપર ચડાઈ કરી હતી.
-
-
ઘણુ કરીને આજના જાપાનવાસીઓના પૂર્વજો કારિયા અથવા ચેાસેનથી આવ્યા હતા. એમાંના કેટલાક દક્ષિણથી મલેસિયામાંથી પણ આવ્યા હોય એ બનવાજોગ છે. તુ જાણે છે કે જાપાની લોકો મંગોલિયન જાતિના છે. હજી પણ જાપાનમાં આઈનસ નામથી ઓળખાતા લેાકેા છે. એ લોકેાને જાપાનના મૂળ વતની માનવામાં આવે છે. તે ગૈારવણુના છે અને તેમને શરીરે વધારે પ્રમાણમાં વાળ હોય છે. મતલબ કે સામાન્ય જાપાનવાસીથી એ લેક તદ્દન નિરાળા છે. આ આઈનસ લોકેાને જાપાનના ટાપુના ઉત્તર ભાગ તરફ હાંકી કાઢવામાં આવ્યા છે.
૨૦૦ ની સાલના અરસામાં જિંગ નામની સામ્રાજ્ઞી યામાતા રાજ્યની અગ્રણી હતી. યામાતા એ જાપાનનુ અથવા કહે કે, બહારના વસાહતીઓ તેના જે ભાગમાં આવીને વસ્યા તે ભાગનું મૂળ નામ છે. આ રાણીનું નામ — જિંગા — તુ લક્ષમાં રાખજે. જાપાનના એક પ્રાચીન રાજકર્તાનું નામ જિંગા હતું એ વિચિત્ર સયેાગ છે. અંગ્રેજી ભાષામાં ‘જિંગ ’' શબ્દને એક ખાસ અર્થે રૂઢ થઈ ગયા છે. એને અર્થ ધાકધમકી આપનાર અને પોતાનુ જ ધનુષ્ય પૂજાવનાર સામાન્યવાદી થાય છે; અથવા આપણે એને માત્ર સામ્રાજ્યવાદી એટલે જે અ કરીએ કેમકે એવી પ્રત્યેક વ્યક્તિ થોડેઘણે અંશે ધાકધમકી આપનાર અને પોતાના કક્કો ખરો કરાવનાર હેાય જ છે. જાપાન પણ આજે આ સામ્રાજ્યવાદઃ અથવા તા જિંગાવાદના વ્યાધિથી પીડાઈ રહ્યું છે, અને તાજેતરમાં તેણે ચીન તથા કારિયા પ્રત્યે બહુ જ ખરાબ