________________
२०४
જગતના ઇતિહાસનું રેખાદર્શન ગયે હતો. તેણે કરિયામાં વસવાટ કર્યો અને તેનું “ચસેન” એટલે કે પ્રભાતની શાતિની ભૂમિ એવું નામ પાડયું. આ બનાવ ઈ.પૂ. ૧૧૨૨ની સાલમાં બન્યો. કી-સે ત્યાં આગળ પિતાની સાથે ચીનની કળા, કારીગરી, કૃષિવિદ્યા અને રેશમ બનાવવાને ઉદ્યોગ લાવ્યું. લગભગ ૯૦૦ વરસ સુધી કી-સેના વંશજોએ ચીસેનમાં રાજ્ય કર્યું. અવારનવાર ચીનના લકે ત્યાં આગળ વસાહતીઓ તરીકે આવતા રહેતા અને એ રીતે ચીન અને કારિયા વચ્ચે ગાઢ સંપર્ક રહેતો.
જ્યારે શી-ટ્વાંગતી ચીનને સમ્રાટ હતા ત્યારે ચીનાઓને મેટો સમુદાય ત્યાં આગળ આવ્યું હતું. અશોકના સમકાલીન આ સમ્રાટનું તને કદાચ સ્મરણ હશે. જેણે બધા જૂના ગ્રંથ બાળી મુકાવ્યા હતા અને જે પિતાને “પ્રથમ સમ્રાટ” કહેવડાવતા હતા તે આ જ રાજા. શી-ક્વાંગતીના જુલમી અમલથી ત્રાસીને ઘણુ ચીનાઓએ કોરિયામાં આશરો લીધો. તેમણે કીસેના દુર્બળ વંશજોને હાંકી કલ્યા. આ પછી સેનના ભાગલા પડી ગયા અને તે નાનાં નાનાં રાજ્યમાં વહેંચાઈ ગયું. આવી સ્થિતિ આઠ વરસ સુધી રહી. આ રાજ્ય નિરંતર માંહમાંહે લડ્યા કરતાં. એક વખત એમાંના એક રાજ્ય ચીનની સહાય માગી. પણ આ માગણી બહુ જોખમકારક હતી. સહાય તે બેશક આવી પણ સહાય આપનારાઓએ ત્યાંથી પાછા ફરવાની ના પાડી! બળવાન દેશોને આ જ શિરસ્ત હોય છે. ચીન ત્યાં ચોંટી રહ્યું અને એસેનને થડે ભાગ તેણે પિતાના સામ્રાજ્યમાં જોડી દીધે. બાકીના સેને પણ સદીઓ સુધી ચીનના તંગવંશી સમ્રાટનું આધિપત્ય સ્વીકાર્યું.
૯૫ની સાલમાં ચોસેન ફરી પાછું એકત્ર અને સ્વતંત્ર રાજ્ય બન્યું. વાંગ કીન નામના માણસે આ કાર્ય સફળતાથી પાર પાડ્યું અને ૪૫૦ વરસ સુધી તેના વારસોએ ત્યાં રાજ્ય કર્યું.
બે કે ત્રણ પેરમાં તે મેં તને કોરિયાને ૨૦૦૦ કરતાં પણ વધારે વરસોને ઈતિહાસ કહી નાખે ! એમાં ખાસ લક્ષમાં રાખવા જેવી વાત એ છે કે કોરિયા ચીનનું બહુ ભારે ઋણી છે. કોરિયામાં લખવાની કળા ચીનમાંથી આવી. લગભગ હજાર વરસ સુધી કારિયાના લેકે ચીનની લિપી વાપરતા હતા. તને યાદ હશે કે ચીની લિપીમાં અક્ષરો નથી પણ શબ્દો, કલ્પનાઓ અને શબ્દસમૂહો સૂચવતો