________________
ચેાસેન અને દાઈ નિષન
२०७
આદું ધમ જ્યારે જાપાનમાં આવ્યા ત્યારે એ નવા ધમ અને જૂના શિન્ટો ધર્મ વચ્ચે થોડા ટટ થયા હતા. પરંતુ થેાડા જ વખતમાં અને સમજી ગયા અને આજ સુધી એ રીતે તેઓ ત્યાં ચાલુ રહ્યા છે. શિન્ટો ધર્મ બાદ ધમ કરતાં વધારે લાકપ્રિય છે . અને શાસક વર્ગ તેને ઉત્તેજન પણ આપે છે કેમકે તે તેમના પ્રત્યે વફાદારી અને આજ્ઞાંકિતપણુ શીખવે છે. બાહ્ય ધર્મ કઈક જોખમકારક ધર્મ છે કેમકે ખુદ તેને પ્રવર્તક પોતે જ બળવાખાર હતા.
જાપાનના કળાવિષયક તિહાસ બહુ ધર્મની સાથે શરૂ થાય છે. જાપાન અથવા યામાતાએ તે વખતથી ચીન સાથે પણ સીધા સબંધ કેળવવા માંડ્યો. ચીનમાં, ખાસ કરીને તંગ વંશના અમલ દરમ્યાન
જ્યારે નવી રાજધાની સી-આનફૂં આખા પૂર્વ એશિયામાં મશદ્ર હતી — જાપાનથી હમેશાં અવારનવાર પ્રતિનિધિમંડળે આવતાં રહેતાં. જાપાની અથવા તો યામાતાના લેાકાએ પણ નારા નામની પતાની નવી રાજધાની વસાવી અને તેમાં તેમણે સી-આન-જૂની આખે′′ નકલ કરવાના પ્રયત્ન કર્યા. જાપાની લેાકેામાં ખીજાની નકલ કે અનુકરણ કરવાની ભારે શક્તિ હોય એમ જણાય છે.
જાપાનના આખાયે તિહાસ દરમ્યાન મોટાં મોટાં કુટુંબ એકબીજાને વિરોધ કરતાં અને સત્તા પ્રાપ્ત કરવા માંહેામાંહે લડતાં આપણને માલૂમ પડે છે. પ્રાચીન કાળમાં ખીજા દેશોમાં પણ આવી પરિસ્થિતિ પ્રવતી આપણા જોવામાં આવે છે. આ કુટુબામાં જૂની કુળપરંપરાને ખ્યાલ ધર કરી ખેડા હાય છે. એથી કરીને જાપાનના ઇતિહાસ એ મુખ્યત્વે કરીને કુટુબેની હરીફાઈ ના તિહાસ છે. તેમના સમ્રાટ મિકાડો સર્વ સત્તાધીશ, નિરંકુશ, દેવાંશી અને સૂર્યના વંશ જ મનાય છે. શિન્ટો ધર્મ અને પૂર્વજોની પૂજાની પ્રથાએ પ્રજાને સમ્રાટની આપખુદી સહી લેતી કરી છે અને તેને દેશના સત્તાધીશ વની આજ્ઞાધીન બનાવી છે. પરંતુ જાપાનમાં ધણુંખરું સમ્રાટ પોતે પણ પૂતળા સમાન હેાય છે અને તેના હાથમાં કશીયે સાચી સત્તા હાતી નથી. બધી સત્તા અને અધિકાર કાઈ મોટા કુટુબ કે કુળના હાથમાં રહેતી હતી અને એ રાજા બનાવનાર કુટુબ પેાતાની મરજી પ્રમાણે સમ્રાટ કે રાજા બનાવતું.
જાપાનમાં રાજ્ય ઉપર પોતાના કાબૂ જમાવનાર મોટાં કુટુ ંબમાં પ્રથમ · સાગા ' કુટુંબ હતુ. જ્યારે તે કુટુંબે ઐાદ્ધ ધર્મ અંગીકાર
*