________________
તગ વશના અમલ દરમ્યાન ચીનની જાહેરજલાલી ૧૯૯ માટે ખાસ કાયદાઓ ઘડવામાં આવ્યા હતા. ખાસ કરીને આરબ લકોએ ૩૦૦ ની સાલના અરસામાં દક્ષિણ ચીનમાં કેન્ટીન પાસે વસવાટ કર્યો હતે એમ જણાય છે. આ ઇસ્લામના ઉદય પહેલાંની એટલે કે પેગંબર હજરત મહંમદના જન્મ પહેલાંની વાત છે. આ અરબ લેકની મદદથી દરિયાપારના દેશ સાથેના વેપારમાં ખૂબ પ્રગતિ થઈ અરબ તેમજ ચીની વહાણે દ્વારા આ બધે વેપાર ચાલતું હતું.
તું એ જાણીને તાજુબ થશે કે, દેશમાં વસતા લોકોની સંખ્યા જાણવા માટે વસતીગણતરી કરવાની પ્રથા ચીનમાં બહુ પ્રાચીન કાળથી પ્રચલિત છે. એમ કહેવાય છે કે છેક ૧૫૬ની સાલમાં ચીનમાં વસતીગણતરી કરવામાં આવી હતી. એ હન વંશના અમલ દરમ્યાન કરવામાં આવી હશે. એમાં પ્રત્યેક વ્યક્તિની નહિ પણ દરેક કુટુંબની ગણતરી કરવામાં આવતી. દરેક કુટુંબમાં પાંચ માણસે હોય એમ ધારી લેવામાં આવતું. આ હિસાબે ૧૫૬ની સાલમાં ચીનની વસતી લગભગ પાંચ કરેડની હતી. વસતી ગણતરીની આ પદ્ધતિ બહુ ચોકસાઈવાળી તે ન જ કહી શકાય પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે પશ્ચિમ માટે તે એ બિલકુલ નવી જ વસ્તુ છે. હું ધારું છું કે આશરે દસ વરસ ઉપર અમેરિકાનાં સંયુક્ત રાજ્યમાં પહેલીવહેલી વસતી ગણતરી કરવામાં આવી હતી.
તંગ વંશના આરંભકાળમાં ચીનમાં બીજા બે ધર્મો– ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ – દાખલ થયા. ધર્મભ્રષ્ટ ગણીને પશ્ચિમમાંથી હાંકી કાઢવામાં આવેલા એક પંથના લેકો ચીનમાં ખ્રિસ્તી ધર્મ લાવ્યા. એ પંથનું નામ નેસ્ટેરિયન હતું. ખ્રિસ્તી ધર્મના જુદા જુદા પંથો કે સંપ્રદાયોના મતમતાંતરે અને આપસમાંના ઝઘડાઓ તથા લડાઈએ વિષે મેં તને આગળ ઉપર લખ્યું હતું. આવી જાતના ઝઘડાને કારણે નેસ્ટેરિયન લેકીને રામે હાંકી કાઢ્યા. પરંતુ તેઓ ચીન, ઈરાન અને - એશિયાના બીજા ભાગોમાં ફેલાઈ ગયા. હિંદમાં પણ તેઓ આવ્યા હતા અને તેમણે થોડી સફળતા મેળવી હતી. પરંતુ પાછળના વખતમાં ખ્રિસ્તી ધર્મના બીજા સંપ્રદાયમાં અને ઇસ્લામમાં નેસ્ટેરિયને સમાઈ ગયા અને આજે તે તેમની અહીં નહિ જેવી જ નિશાની રહી છે. ગયે વરસે આપણે દક્ષિણ હિંદમાં ગયાં હતાં ત્યારે ત્યાં આગળ તેમની નાની સરખી વસાહત જોઈને મને ભારે આશ્ચર્ય થયું હતું. તને એ