________________
૧૯૮
જગતના ઈતિહાસનું રેખાદર્શન ચીન અને જાપાનની પૂર્વમાં પ્રશાંત મહાસાગર છે એટલે હુઈસેંગે આ મહાસાગર ઓળંગ્યું હોય અને તે મેકિસકો પહોંચ્યું હોય એવો સંભવ છે. કેમકે મેકિસકોમાં તે કાળે પણ પુરાણી સંસ્કૃતિ મેજૂદ હતી.
ચીનમાં થયેલા દ્ધ ધર્મના ફેલાવાથી આકર્ષાઈને હિંદના બદ્ધ ધર્મને વડે ધર્માધ્યક્ષ દક્ષિણ હિંદથી વહાણમાં બેસીને કેન્ટીન જવા માટે ચીન તરફ રવાના થયો. તેનું નામ તથા પદવી બાધિ ધર્મ' હતી. સંભવ છે કે હિંદમાં બૌદ્ધ ધર્મ ધીરે ધીરે ક્ષીણ થતે જીતે હતે તે કારણે તે ચીન જવાને પ્રેરા હોય. પર૬ની સાલમાં તે ચીન જવા નીકળે ત્યારે તેની વૃદ્ધાવસ્થા હતી. એની સાથે અને એની પછી ઘણું શ્રાદ્ધ ભિક્ષુઓ ચીને ગયા હતા. એમ કહેવાય છે કે તે
સમયે ચીનના “લચંગ” નામના એક પ્રાંતમાં ૩૦૦૦ થી વધારે - હિંદી બૈદ્ધ ભિક્ષુઓ અને ૧૦,૦૦૦ હિંદી કુટુંબ વસતાં હતાં.
એ પછી થોડા જ વખતમાં હિંદમાં બ્રાદ્ધ ધર્મના પુનરુત્થાનને બીજો યુગ આવ્યું અને બુદ્ધની જન્મભૂમિ હોવાને કારણે તથા અહીંયાં બદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથે હોવાથી ભાવિક દ્ધો હિંદ તરફ આકર્ષાતા રહ્યા. પરંતુ હવે હિંદમાં બૈદ્ધ ધર્મની કીર્તિ અને ગૌરવનો અંત આવેલે જણાય છે અને ચીન આગેવાન બદ્ધધમાં દેશનું સ્થાન પ્રાપ્ત કરે છે.
૬૧૮ની સાલમાં કાસુ નામના સમ્રાટે તંગ વંશનો આરંભ કર્યો. તેણે આખા ચીનને એક છત્ર નીચે આપ્યું એટલું જ નહિ પણ ઘણું વિશાળ ક્ષેત્ર ઉપર પિતાની હકૂમત જમાવી. દક્ષિણમાં અનામ અને કંબોડિયા સુધી તથા પશ્ચિમે ઈરાન અને કાસ્પિયન સમુદ્ર સુધીના મુલક ઉપર તેણે પિતાની આણ વર્તાવી. કોરિયાના થોડા ભાગને પણ આ બળવાન સામ્રાજ્યમાં સમાવેશ થતો હતે. સામ્રાજ્યની રાજધાની સી-આન-ફ હતી. એ શહેર તેની ભવ્યતા અને સભ્યતા માટે પૂર્વ એશિયામાં મશહૂર હતું. જાપાન અને દક્ષિણ કોરિયામાંથી– જે હજી સુધી સ્વતંત્ર હતું – તેની કળા, તત્વજ્ઞાન તથા સંસ્કૃતિને અભ્યાસ કરવા માટે એલચીમંડળો અને પ્રતિનિધિમંડળે ત્યાં આવતાં.
તંગ વંશના સમ્રાટ પરદેશ સાથેના વેપારને તેમજ પરદેશી મુસાફરોને ઉત્તેજન આપતા. બની શકે ત્યાં સુધી પોતપોતાના દેશના રિવાજ અને ધારાધોરણ પ્રમાણે તેમને ન્યાય તોળી શકાય એટલા માટે ચીનમાં આવનારા તથા ત્યાં આગળ વસવાટ કરનારા પરદેશીઓ