________________
તંગ વ’શના અમલ દરમ્યાન ચીનની જાહેાજલાલી
૧૯૭
હતા પરંતુ તે ચીજ મૂળે ચીની હતી અને ચીની ઘાટમાં ધડાઈ હતી. આ રીતે હિંથી આવેલા આ વિચાર-પ્રવાહે ચીનના કળાવન અને માનસિક જીવનને નવે વેગ અને નવા ધકકા આપ્યા.
એ જ પ્રમાણે ઐાદ્ધ ધર્મ અને હિંદી કળાનેા સંદેશ પૂમાં એથી પણ આગળ કારિયા અને જપાન સુધી પહેોંચ્યા. અને એ દેશા પર તેની કેવી અસર થઈ તે જાણવું બહુ રસપ્રદ છે. દરેક દેશે તેમને પોતાની વિશિષ્ટ પ્રતિભાને અનુકૂળ બનાવીને તેમના સ્વીકાર કર્યાં. આમ ચીન તેમજ જાપાનમાં આજે બૃદુ ધર્મ પ્રચલિત છે પરંતુ અને ઠેકાણે તેનાં સ્વરૂપો ભિન્ન છે; અને હિંદમાંથી આવેલા આદું ધ કરતાં એ અને જગ્યાના ધર્માં પણ ઘણી બાબતેામાં જુદા પડે છે. કળા પણ દેશ અને વાતાવરણ પ્રમાણે બદલાતી રહે છે અને ભિન્ન સ્વરૂપો ધારણ કરે છે. હિંદમાં તે આજે આપણે એક પ્રજા તરીકે કળા અને સાની ભાવના ખાઈ બેઠા છીએ. ઘણા લાંબા કાળથી આપણે એકે ભારે સાર્ય શાળી કૃતિનું સર્જન નથી કર્યું. એટલું જ નહિ પણ આપણામાંના મેોટા ભાગના લાકે તો સાની કદર કરવાનું પણ ભૂલી ગયા છે. પરાધીન દેશમાં કળા અને સાંથૅ કેવી રીતે વિકસે અને કાલેફૂલે ? પરાધીનતા અને બધનના અંધકારમાં બધી જ વસ્તુ કરમાઈ જાય છે. પરંતુ આઝાદીનું આપણને દર્શન થયું ત્યારથી આપણી સાંદર્ય ભાવના પણ ધીમે ધીમે જાગ્રત થવા માંડી છે. આઝાદી આવશે ત્યારે કળા અને સાંનું આ દેશમાં ભારે પુનરુત્થાન થશે; અને હું ઉમેદ રાખું છું કે એથી કરીને આપણાં ઘર, આપણાં નગરે અને આપણાં જીવનની કુરૂપતા દૂર થશે. આ બાબતમાં ચીન અને જાપાન હિંદુસ્તાન કરતાં વધારે ભાગ્યશાળી છે અને હજી પણ તેમણે તેમની કળા તથા સાંદર્યની ભાવના ઘણે અંશે જાળવી રાખી છે.
ચીનમાં ઔદ્ધ ધર્મ ફેલાતાં હિંદના સ ંખ્યાબંધ બૈદ્યો અને બાહ્ ભિક્ષુએ ત્યાં જવા લાગ્યા અને ચીનના સાધુએ પણ હિં... અને બીજા દેશના પ્રવાસે જવા લાગ્યા. મેં તને ક઼ાહિયાનની વાત કરી છે. યુએનત્સાંગ વિષે પણ તું જાણે છે. એ બને હિંદમાં આવ્યા હતા. હુશિંગ નામના એક ચીની સાધુએ પૂર્વ તરફના સમુદ્રમાં સફર કરી હતી તેને આપણને બહુ મજાના હેવાલ મળે છે. ૪૯ની સાલમાં તે ચીનના પાટનગરમાં પા। કર્યાં હતા. તેણે જણાવ્યું છે કે ચીનની પૂર્વે હજારે માઇલને અતરે આવેલા ક્રૂસાંગ નામના દેશમાં તે જઈ આવ્યો હતો.