________________
૪૧
તંગ વંશના અમલ દર્મ્યાન ચીનની જાહેાજલાલી ૭ મે, ૧૯૩૨
મેં તને ચીનના હન વંશ વિષે વાત કરી છે તથા ત્યાં આગળ બાદુ ધર્મ કેવી રીતે આવ્યા, છાપવાની કળા કેવી રીતે શોધાઈ અને પરીક્ષા લઈને સરકારી નોકર નીમવાની પ્રથા કેવી રીતે દાખલ થઈ તે વિષે પણ કહ્યું હતું. ઈશુની ત્રીજી સદીમાં હન વંશના અંત આવે છે અને ચીનનું સામ્રાજ્ય ત્રણ રાજ્યામાં વહેંચાઈ જાય છે. સામ્રાજ્યના આ ત્રણ રાજ્યોના યુગ કેટલાંક સૈકાં સુધી ચાલુ રહ્યો. ત્યાર પછી તંગ નામના નવા રાજ્યવશે આખા ચીનને ફરીથી એકત્ર કર્યું તથા તેને એક બળવાન રાજ્ય બનાવ્યું. સાતમી સદીના આરંભની આ વાત છે.
પરંતુ રાષ્ટ્રના ભાગલા પડી ગયા હતા તે સમય દરમ્યાન પણ અને ઉત્તરમાંથી તાર લેાકેાના અવારનવાર હુમલાઓ થવા છતાંયે ચીની કળા અને સંસ્કૃતિ કાયમ રહ્યાં. એ સમય દરમ્યાનનાં મોટાં મેટાં પુસ્તકાલયા અને સુંદર ચિત્રા વિષે વાતા આપણા સાંભળવામાં આવે છે. હિંદુસ્તાન કેવળ સુંદર કાપડ અને ખીજી એવી વસ્તુએ જ નહિ પણ પોતાના વિચારો, ધર્મ અને કળા ત્યાં મોકલતું હતું. હિંદુસ્તાનમાંથી સ ંખ્યાબંધ બૈદ્દ ઉપદેશકે પણ ત્યાં ગયા હતા અને તે પોતાની જોડે હિંદની કળાની ભાવના અને પ્રણાલી ત્યાં લેતા ગયા હતા. સંભવ છે કે હિંદના કળાકારો અને કુશળ કારીગરો પણ ત્યાં ગયા હાય. બૈદુ ધર્મના આગમને અને હિંદુથી આવેલા વિચારોએ ચીન ઉપર ભારે અસર કરી, તે સમયે અને તે પહેલાં પણ ચીન ભારે સંસ્કારી દેશ હતા એમાં શંકા નથી. હિંદુનાં ધર્મ, વિચારો અને કળા કાઈ પછાત દેશમાં ગયાં અને તેનો કબજો લીધે એવું ચીનની બાબતમાં બન્યું નહતું. ચીનમાં તો એ બધાંને ત્યાંની પ્રાચીન કળા અને વિચારપ્રણાલીના સામના કરવાના હતા. આ બંનેને મેળ થવાથી તેમાંથી ઉભયથી નિરાળી જ વસ્તુ નીપજવાની હતી. તેમાં ધણે અંશ હિંદના