________________
२००
જગતના ઇતિહાસનું રેખાદર્શન
યાદ છે ખરું? તેમના વડા પાદરીએ આપણને ચા પણ પાઈ હતી. તે બહુ મજાના ડાસા હતા.
ખ્રિસ્તી ધર્મને ચીન પહોંચતાં થાડા વખત લાગ્યો પરંતુ ઇસ્લામ તે ત્યાં બહુ ત્વરાથી પહોંચ્યા. ઇસ્લામ તો નેસ્ટારિયનેાના આવવા પહેલાં થેાડાં વરસ અગાઉ અને પેગબર સાહેબની હયાતી દરમ્યાન જ ત્યાં પહોંચ્યા હતા. ચીનના સમ્રાટે નેસ્ટરિયને તેમજ ઇસ્લામી એ બંનેના પ્રતિનિધિમંડળના વિનયપૂર્ણાંક સત્કાર કર્યાં અને તેમનું કહેવું ધ્યાનથી સાંભળ્યું. તેમની માન્યતાઓની તેણે કદર કરી અને નિષ્પક્ષપણે અને પ્રત્યે સદ્ભાવ દાખવ્યા. આરબ લકાને ફૅન્ટીનમાં મસ્જિદ આંધવાની પરવાનગી આપવામાં આવી. એ મસ્જિદ તેરસો વરસ જેટલી જાતી હેવા છતાં હજી પણ મેાબૂદ છે અને દુનિયાની જૂનામાં જૂની મસ્જિદોમાંની એક છે.
એ જ પ્રમાણે તંગ સમ્રાટે ખ્રિસ્તી દેવળ અને મઠ બાંધવાની પણ છૂટ આપી. આ સહિષ્ણુતાભર્યું વલણ અને તે સમયની યુરોપની અસહિષ્ણુતા વચ્ચેને તફાવત સ્પષ્ટપણે દેખાઈ આવે એવા છે.
એમ કહેવાય છે કે આરબ લેાકા ચીન પાસેથી કાગળ બનાવવાની કળા શીખ્યા અને પછી તે તેમણે યુરોપને શીખવી. ૭પ૧ની સાલમાં મધ્ય એશિયાના તુર્કસ્તાનમાં ચીનાઓ અને મુસલમાન આરા વચ્ચે યુદ્ધ થયું હતું. આરબ લેાકાએ કેટલાક ચીનાઓને કેદ પકડ્યા અને એ કદીઓએ તેમને કાગળ બનાવવાની કળા શીખવી.
તંગ વશ ૩૦૦ વરસ એટલે ૯૦૭ ની સાલ સુધી ચાલ્યા. કેટલાક લોકા માને છે કે આ ત્રણસો વરસના કાળ ચીનના સાથી ગૈારવશાળી યુગ હતા. એ કાળમાં સંસ્કૃતિનું ધારણ ખૂબ ઊંચું હતું એટલું જ નહિ પણ પ્રજાની સુખાકારીનું સામાન્ય ધારણ પણ બહુ ઊંચું હતું. જે ધણી બાબતા વિષે પશ્ચિમની પ્રજાએ એ બહુ પાછળથી જાણ્યું તેની ચીના લોકોને એ વખતે પણ જાણુ હતી. કાગળ વિષે તે હું હમણાં જ તને કહી ગયા. ખીજી વસ્તુ બંદૂકમાં ફાડવાને દારૂ હતી. ચીના લૉકા બહુ કુશળ 'ઇજનેરા હતા અને સામાન્ય રીતે લગભગ દરેક બાબતમાં તેઓ યુરોપના લોકોથી ઘણા આગળ વધેલા હતા. જો તેઓ એટલા બધા આગળ વધેલા હતા તો પછી હમેશાં માખરે રહીને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમ જ નવી નવી શોધખેાળા કરવામાં યુરાપને તેમણે દોરવણી કેમ ન આપી ? પરંતુ યુરોપ ધીમે ધીમે તેમની