________________
દેશે તથા સંસ્કૃતિઓની ચડતી-પડતી ૧૯૧ કારણે આપણી આંખે બંધ થઈ જાય છે અને કેટલીક વાર આપણે જોઈ શકતા નથી. પ્રકાશની બારી બંધ થઈ જાય છે અને બધે અંધકાર વ્યાપી રહે છે. પરંતુ બહાર તે તરફ બધે પ્રકાશ હોય છે એટલે આપણે આપણી આંખ કે બારી બંધ રાખીએ એનો અર્થ એ નથી કે સર્વત્ર પ્રકાશને લેપ થઈ ગયા છે.
કેટલાક લોકો કહે છે કે યુરોપ ઉપર ફરી વળેલે અંધકાર યુગ ખ્રિસ્તી ધર્મને આભારી હતે. ઈશુએ ઉપદેશેલા ધર્મની બાબતમાં નહિ પણ રોમન સમ્રાટ કન્ટેન્ટાઈને અંગીકાર કર્યા પછી રાજધર્મ તરીકે પશ્ચિમ યુરોપમાં ફેલાયેલા ખ્રિસ્તી ધર્મની બાબતમાં આમ કહેવામાં આવે છે. સાચે જ એ લેકે તે કહે છે કે, ઈશુની ચોથી સદીમાં કન્સેન્ટાઈને ખ્રિસ્તી ધર્મને સ્વીકાર કર્યો ત્યારથી હજાર વર્ષને એક એ યુગ શરૂ થયું જેમાં બુદ્ધિ કુંઠિત થઈ ગઈ વિચાર ગુલામ બની ગયો અને જ્ઞાનની કશી પણ પ્રગતિ થઈ નહિ. એને કારણે જુલમ, ધર્માધતા અને અસહિષ્ણુતા વ્યાપ્યાં એટલું જ નહિ પણ વિજ્ઞાનના વિષયમાં કે બીજી કોઈ પણ બાબતમાં પ્રગતિ કરવાનું લોકો માટે મુશ્કેલ થઈ પડ્યું. ઘણી વાર તે ધર્મપુસ્તકે જ પ્રગતિના માર્ગમાં આડખીલીરૂપ બનતાં. ધર્મપુસ્તક આપણને તે લખાયાં તે સમયે દુનિયા કેવી હતી તે કહે છે. વળી તે તે જમાનાની ભાવનાઓ અને વિચારે, તે સમયના આચારવિચાર તથા રીતરિવાજોને પણ તે ખ્યાલ આપે છે. એ બધું પાક’ પુસ્તકમાં લખાયેલું હોવાને કારણે તે ભાવનાઓ, વિચારે આચારવિચાર તથા રીતરિવાજો સામે વિરોધ ઉઠાવવાની કોઈની પણ હિંમત ચાલતી નથી. એથી કરીને, દુનિયામાં ભલેને ભારે ફેરફારો થાય પરંતુ એ બદલાયેલી પરિસ્થિતિને અનુકૂળ થવા માટે આપણે વિચાર, ભાવનાઓ, રૂઢિઓ અને રીતરિવાજે બદલવાની આપણને છૂટ આપવામાં આવતી નથી. પરિણામે દુનિયા સાથે આપણે મેળ બેસતા નથી અને અનેક મુશ્કેલીઓ પેદા થાય છે.
એથી કરીને કેટલાક લેકે આખા યુરેપ ઉપર અંધકાર યુગ લાવવા માટે ખ્રિસ્તી ધર્મને જવાબદાર ગણે છે. વળી બીજા કેટલાક લકે એમ કહે છે કે અંધકાર યુગ દરમ્યાન ચર્ચ યા ખ્રિસ્તી ધર્મસંધ, ખ્રિસ્તી સાધુઓ અને પાદરીઓએ જ વિદ્યાની જ્યોત બળતી રાખી હતી. તેમણે કળા અને ચિત્રકામ ટકાવી રાખ્યાં તેમજ અમૂલ્ય ગ્રંથ કાળજીપૂર્વક સંઘરી રાખ્યા તથા તેમની નકલે પણ કરી.